બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / I am returning my Khel Ratna and Arjuna award: Vinesh Phogat

WFI વિવાદ / બહુ ચિંતાજનક ! હવે વિનેશ ફોગાટે ખેલ રત્ન-અર્જુન એવોર્ડ પાછા આપ્યાં, 'તાકાતવર'ને માર્યો ટોણો

Hiralal

Last Updated: 07:58 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના વિવાદમાં હવે સ્ટાર રેસલર વિનેશ ફોગાટે તેના બે એવોર્ડ પાછા આપવાનું એલાન કર્યું છે.

  • દેશમાં ખેલાડીઓને કોણ ન્યાય આપશે 
  • કુસ્તીના ખેલાડીઓએ શરુ કર્યો એવોર્ડ વાપસીનો ટ્રેન્ડ 
  • હવે વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પાછા આપ્યાં

કુસ્તીના ખેલાડીઓએ એવોર્ડ વાપસીનો ટ્રેન્ડ શરુ કર્યો છે જે દેશ માટે ખૂબ ચિંતાજનક છે. સાક્ષી મલિક, બજરંગ પુનિયા બાદ હવે સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પણ તેના ખેલ રત્ન-અર્જુન એવોર્ડ પાછા આપવાનું એલાન કર્યું છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક લેખ લખીને તેના એવોર્ડ પાછા આપવાનું જાહેર કર્યું હતું. આ સાથે તેણે એક તાકાતવરને ટોણો પણ માર્યો હતો. 

'તાકાતવર'નો ખૂબ ખૂબ આભાર, વિનેશ ફોગાટે માર્યો ટોણો 

વિનેશ ફોગાટે લખ્યું કે "હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા બદલ 'તાકાતવર'નો ખૂબ ખૂબ આભાર." આ સાથે વિનેશે પીએમ મોદીને લખેલા પત્રની તસવીર પણ શેર કરી છે. તેણે લખ્યું કે આવા એવોર્ડથી હવે ચિતરી ચઢી રહી છે. 

પીએમ મોદીને લખ્યો પત્ર 
વિનેશ ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો ખેલ રત્ન પરત કરવાની માંગ કરી છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, "માનનીય વડાપ્રધાન, સાક્ષી મલિકે કુસ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કરી દીધું છે. દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને આ બધું કરવાની ફરજ કેમ પડી? આખો દેશ જાણે છે અને તમે છો. દેશના વડા, તો આ મામલો તમારા સુધી પણ પહોંચ્યો હશે.વડાપ્રધાન, હું તમારા ઘરની દીકરી વિનેશ ફોગટ છું અને છેલ્લા એક સમયથી મારી જે હાલત છે તે તમને જણાવવા માટે આ પત્ર લખી રહ્યો છું. 

સાક્ષીની કુસ્તીમાંથી વિદાય, બજરંગ પુનિયાએ પણ એવોર્ડ પાછો આપ્યો 
વિનેશ પહેલા બજરંગ પુનિયાએ પણ આવી જ રીતે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. તે જ સમયે, સાક્ષી મલિક કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકી છે. 

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના વિવાદમાં એવોર્ડ વાપસી
કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના વિવાદમાં એવોર્ડ પાછા આવી રહ્યાં છે. સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાને ભંગ કરી નાખી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણ શરણસિંહ સામેના મહિલા પહેલવાનોના યૌન શૌષણના આરોપ બાદ તેમના સાથી સંજયસિંહની રેસલિંગ ફેડરેશનના ચીફ તરીકેની નિયુક્તી અને ત્યાર બાદની હકાલપટ્ટી પરના આખા વિવાદમાં ખેલાડીઓ એવોર્ડ પાછો આપી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ