બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / How was New Year celebrated at midnight in Gujarat? ISRO will perform a mysterious miracle today, why did KL Rahul talk about retirement?

2 મિનિટ 12 ખબર / મધરાતે નવા વર્ષની ગુજરાતમાં ક્યાં કેવી ઉજવણી થઈ? આજે ISRO કરશે રહસ્યમયી કમાલ, કેએલ રાહુલે નિવૃત્તિની વાત કેમ કરી?

Vishal Khamar

Last Updated: 07:18 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. એક જ પરિવારનાં ચાર લોકોએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ચંદ્ર પર ઈતિહાસ રચ્યા બાદ હવે ભારત બ્લેક હોલ વિશે વધુ સમજવાની દિશામાં વિચારણા શરૂ કરી છે.

Happy New Year From Kashmir to Kanyakumari, 2024's grand welcome across India, country bathed in colorful lights, watch video

ભારત સહિત અન્ય દેશોમાં મધ્યરાત્રીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. દેશના ઘણા ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણીમાં મશગુલ બન્યા હતા. દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી હતી. લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા.જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા હતા. જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કડકડતી ઠંડી છતાં લોકો ઘરની બહાર નીકળી નવા વર્ષની ઉજવણી કરી હતી. બીજી તરફ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી.

Happy New Year: A colorful start to the new year in Gujarat including Ahmedabad, Surat, Rajkot, youth felt partying

થર્ટી ફર્સ્ટ ને લઈને અમદાવાદ શહેર પોલીસમાં હાથ ધરાયું વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.  સિંધુ ભવન સહીત શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. શંકાસ્પદ જણાતા વાહનો ચાલકોને રોકી ચેકીંગ કરાઈ રહ્યું છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર ને લઈને પોલીસનું ચેકીંગ હાથ ધર્યું હતું.  સિંધુભવન રોડના ટાઈમ્સ સ્કેવર પાસે SoG એ ચેકીંગ હાથ ધર્યું હતું.  ડ્રગ્સ ટેસ્ટીગ કીટથી ચેકીંગ કરાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ, સિંધુભવન, એસ.જી હાઇવે સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

થર્ટી ફર્સ્ટને લઈ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ બનાસકાંઠા બોર્ડર પર વાહન ચેકીંગ સઘન બનાવ્યું હતું. ત્યારે પોલીસે 4 બોર્ડર ચેક પોસ્ટ ઉપર 66 લોકોને પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. તમામ શખ્શો દારૂ પીધેલી હાલતમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા હતા. અમીરઢ પોલીસે 5 લોકોને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને 30 પીધેલાને પકડ્યા હતા. પાંથાવાડાની ગુંદરી ચેક પોસ્ટ ઉપર 7 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. નેનાવા ચેક પોસ્ટ ઉપર વિદેસી દારૂનો જથ્થો પકડી પીધેલી હાલતમાં 4 શખ્શોને ઝડપ્યા હતા. થરાદની ખોડા ચેક પોસ્ટ ઉપર 19 પીધેલા શખ્શોને પકડી કાર્યવાહી કરી હતી. તમામ શખ્શો દારૂ પીધેલી હાલતમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા હતા. 

અમદાવાદમાં કોરોનાંનાં આંકડાઓમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે એક જ દિવસમાં કોરોનાંનાં 21 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ફરી કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.  શહેરનાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાહ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરા વિસ્તામાં એક કેસ નોંધાવવા પામ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. હાલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે.  તો 59 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. 

In Botad, two women and two young men jumped in front of the train and died!

બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાં બનવા પામી હતી. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગર થી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા (ઉવ.42), જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા (ઉવ.20), રેખાબેન મંગાભાઈ વિંઝુડા (ઉવ.20) અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવશે. કયા કારણોસર પરિવારના ચાર જેટલા સભ્યોએ આપઘાત કરી લીધો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવશે.

Record-breaking tourists thronged the Statue of Unity, first time in 5 years, eyes will widen knowing the figure

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2023 માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. ત્યારે 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર થયો છે.  29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. 

The government can make a big announcement about Shivrajpur beach in the budget of Gujarat

ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, દ્વારકાના શિવરાજપુર બિચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે. મહત્વનું છે કે, દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા છે.

Gujarat BJP leader and Bharuch MP Mansukh Vasava's audio clip goes viral

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની એક કથિત  ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં સાંસદ કથિત રીતે એક વ્યક્તિને સામે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યાનું સામે આવ્યું છે. જોકે VTV ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. આ તરફ હવે ભાજપના દિગ્ગજ નેતાના નામે વાયરલ થયેલ આ ક્લિપને લઈ રાજકારણ ગરમાયું છે. 

Ready to pay 1 lakh rupees to rent a dhaba on Uttarayan in Ahmedabad

ઉત્તરાયણ શબ્દ આવે એટલે અમદાવાદની જ ઉત્તરાયણ યાદ આવે છે. એમાં ખાસ કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી પોળો. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત ભરમાંથી લોકો અહીંયા ઉત્તરાયણ કરવા આવે છે. મહત્વનું છે કે, બોલીવુડના કલાકારો સહિતના લોકો પણ અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે સ્પેશ્યલ આવતા હોય છે ત્યારે પોળમાં વસતા લોકો પણ પોતાની અગાસી એક દિવસ માટે ભાડે આપીને સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.

ISRO will perform miracles in the black hall to solve the biggest mystery of the universe.

ચંદ્રયાનમાં સફળતા બાદ હવે ભારતની નજર  બ્લેક હોલ પર છે. ચંદ્ર પર ઈતિહાસ રચ્યા બાદ હવે ભારત બ્લેક હોલ વિશે વધુ સમજવાની દિશામાં કાર્યવાહી આગળ ધપાવી રહ્યો છે. 2024 માં યોજના શરૂ કરશે. આવતીકાલે તા. 1 જાન્યુઆરીની સવારે, ભારત એક અદ્યતન ખગોળશાસ્ત્ર વેધશાળાનો પાયો નાખવાનો વિશ્વનો બીજો દેશ બનવા જઈ રહ્યું છે, જે ખાસ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે રચાયેલ છે. આ 1 જાન્યુઆરીએ ઈસરોના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા કરવામાં આવશે. 

જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) બાદ હવે સરકારે તહેરીક એ હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ સંગઠન પર આતંકવાદી ગતિવિધિઓને કારણે UAPA હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, 'તહેરીક એ હુર્રિયત, જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે. 

Guidelines for ICU Admissions ICU Bed Rule Changed: Everyone Should Know New Govt Guidelines

ભારત સરકાર તરફથી પહેલી વખત દેશના હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ICU વિભાગને લઈને નવી ગાઈડલાઇન જારી કરવામાં આવી છે. દેશના 24 ટોપ ડોકટરોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં ઘણી મેડિકલ કન્ડિશન જણાવવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને દર્દીને ICUમાં દાખલ કરવાની જરૂર પડે છે.આ ગાઈડલાઇન અનુસાર હળવી બેભાનતાની સ્થિતિ કે જેને શ્વસન સહાયની જરૂર હોય, આ સિવાય ગંભીર બીમારીની સ્થિતિ કે જેમાં સઘન દેખરેખની જરૂર હોય, જ્યારે ઓપરેશન પછી તબિયત બગડવાનો ભય હોય અને તે દર્દીઓ જેઓ મોટી ઇન્ટ્રાઓપરેટિવ જટિલતાઓમાંથી પસાર થઈ રહ્યા હોય એ જ દર્દીને ICUમાં એડમિટ કરવાની જરૂર હોય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ