બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 09:51 PM, 24 November 2023
ADVERTISEMENT
હાલમાં શિયાળો ચાલી રહ્યો છે, થોડા મહિના પછી સીલિંગ ફેન ખરીદવાનો ક્રેઝ વધી જશે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે સીલિંગ ફેન ખરીદવા બજાર જતા ગ્રાહકોને ખાસ સલાહ આપી છે. પિયૂષ ગોયલે કહ્યું છે કે, ફેબ્રુઆરી 2024થી નવા પંખા ખરીદનાર ગ્રાહકોને સલાહ આપી છે કે, આ વસ્તુ જરૂરથી ચેક કરવી.
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે, વર્ષ 2024થી સીલિંગ ફેન ખરીદતા સમયે ગ્રાહકોએ સાવચેતી રાખવી પડશે. કેન્દ્રીય મંત્રી કહેવું છે કે, સીલિંગ ફેન અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા નિયમોને કડક બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મંત્રાલયનો આદેશ
ગ્રાહક મંત્રાલયે તમામ ફેન મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી 2024 પછી વેચવામાં આવનાર તમામ સીલિંગ ફેન પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) નો લોગો હોવો ફરજિયાત છે. BIS માર્ક વિનાના પંખાનું વેચાણ નહીં થાય અને સંગ્રહિત કરવામાં આવશે નહીં. BIS માર્ક વિનાના પંખાની આયાત નહીં થઈ શકે.
નિયમનું ઉલ્લંઘન
મંત્રાલયે જાહેર કરેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમનો પ્રથમ વખત ઉલ્લંઘન કરનારને 2 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ફરીથી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર 5 લાખ રૂપિયાનો દંડ અથવા પ્રોડક્ટની કિંમત કરતાં 10 ગણો દંડ વસૂલવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.