બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / કાકડી કડવી છે કે મીઠી કેવી રીતે ખબર પડે? ખરીદતી વખતે અજમાવો આ ટ્રિક્સ

કામની વાત / કાકડી કડવી છે કે મીઠી કેવી રીતે ખબર પડે? ખરીદતી વખતે અજમાવો આ ટ્રિક્સ

Last Updated: 07:08 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે તમને હીટ સ્ટ્રોકથી બચાવે છે અને શરીરમાં ડીહાઈડ્રેશન થવા દેતું નથી. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન K, વિટામીન C, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે.

ઉનાળામાં ડોક્ટર લીંબુ પાણી પીવાની સલાહ આપે છે પરંતુ કાકડી ખાવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે તમને હીટ સ્ટ્રોકથી બચાવે છે અને શરીરમાં ડીહાઈડ્રેશન થવા દેતું નથી. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન K, વિટામીન C, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. કાકડી ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને ચયાપચય પણ ઝડપથી થાય છે. આપણે બજારમાંથી કાકડી ખરીદીએ તો તેમાં અમુક કડવી નીકળે છે. આવી સ્થિતિમાં સ્વાદ બગડી જાય છે.

કાકડી ખાતા પહેલા લોકો તેને એકબાજુથી થોડી કાપી અને મીઠું નાખીને ખાય છે. ઘણા લોકો કહે છે કે તેનાથી કાકડીની કડવાશ ઓછી થાય છે. અહીં તમને કેટલીક એવી ટિપ્સ જણાવીએ છીએ જેની મદદથી તમે કાકડી ખરીદતી વખતે જાણી શકશો કે કડવી છે કે નહીં.

cacumber 1

કાકડીની છાલથી કેવી રીતે જાણી શકાય

કાકડી ખરીદતી વખતે તમે તેની છાલ જોઈને જાણી શકો છો કે કડવી છે કે મીઠી. કાકડીઓ મોટેભાગે મીઠી હોય છે, જે અન્ય કાકડી કરતાં કદમાં નાની હોય છે. જો તમે મીઠી કાકડી ખાવા માંગતા હોય તો દેશ કાકડી જ ખરીદવી જોઈએ. મીઠી કાકડીનો રંગ ઘાટો હોય છે અને કેટલીક જગ્યાએ પીળાશ પણ જોવા મળે છે. મીઠી કાકડીની છાલ કારેલા જેવી હોય છે.

cacumber 2

કાકડીના કદ પરથી જાણો

કાકડી કડવી છે કે નહીં તે જાણવા માટે તમે તેની સાઈઝ પર ધ્યાન આપી શકો છો. જો કાકડી ખૂબ મોટી અથવા નાની હોય તો કડવી હોઇ શકે છે.

આ પણ વાંચો: ઉનાળામાં બીમારી સામે લડવા બાળકોને કયા ડ્રાયફ્રૂટ્સ આપવા ફાયદાકારક, એક્સપર્ટ પાસેથી જાણો

કાકડી ખરીદતી તેને હળવા હાથે દબાવીને ચેક કરો

કાકડીને ખરીદતી વખતે તેને હળવા હાથે દબાવીને જુઓ. જો તે નરમ લાગે તો સમજી લો કે તે અંદરથી ખરાબ હોઈ શકે છે. કાકડી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે વધુ નરમ ન હોવી જોઈએ. આ ઉપરાંત એવી કાકડી ન ખરીદો જે પીળી પડવા લાગી હોય.

સંકળાયેલા મુદ્દાઓ

પાણી Summer Season Cucumber કાકડી ડીહાઈડ્રેશન Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ