બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / how much salary rajya sabha mps get allowances and facilities

Rajya Sabha Election / સરકારી આવાસ, યાત્રા ભથ્થું... જેવી અનેક સુવિધાઓ રાજ્યસભા સાંસદ બનવા પર મળે છે, જાણો અન્ય ફાયદા

Manisha Jogi

Last Updated: 10:26 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની કુલ 15 સીટ માટે વોટિંગ કરવામાં આવશે. રાજ્યસભા સાંસદને અલગ અલગ પ્રકારની સરકારી સુવિધાઓ, વેતન, ઘર અને ગાડી આપવામાં આવે છે. રાજ્યસભા સાંસદને કઈ સુવિધાઓ આપવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

રાજ્યસભાની કુલ 15 સીટ માટે વોટિંગ કરવામાં આવશે. રાજ્યસભાને સંસદનું ઉચ્ચ સદન કહેવામાં આવે છે અને સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ સુધીનો હોય છે. દર બે વર્ષે રાજ્યસભાની ચૂંટણી થાય છે. રાજ્યસભા સ્થાયી સદન હોવાને કારણે રાજ્યસભા ક્યારેય પણ ભંગ થઈ નથી શકતી નથી. ધારાસભ્યોના વોટથી રાજ્યસભા સાંસદની પસંદગી કરવામાં આવે છે. ઉપરાંત આ રાજ્યસભા સાંસદને અલગ અલગ પ્રકારની સરકારી સુવિધાઓ, વેતન, ઘર અને ગાડી આપવામાં આવે છે. રાજ્યસભા સાંસદને કઈ સુવિધાઓ આપવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

લોકસભા સાંસદનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. લોકસભા સાંસદની પસંદગી જાહેર જનતા દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભા સાંસદની પસંદગી માટે ધારાસભ્ય વોટિંગ કરે છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને દિલ્હીમાં સરકારી આવાસની સુવિધા આપવામાં આવે છે. જે માટે સરકાર પૂરી વ્યવસ્થા કરે છે અને જીત્યા પછી ઘર પણ આપવામાં આવે છે. 

રાજ્યસભા સાંસદને શું લાભ મળે છે?
રાજ્યસભા સાંસદને દર મહિને વેતન અને ભથ્થાની સાથે કુલ 2 લાખ 10 રૂપિયા મળે છે. જેમાં અનેક પ્રકારના ભથ્થાની સાથે 20 હજાર રૂપિયાનો ઓફિસ ખર્ચો પણ આપવામાં આવે છે. મૂળ વેતન તરીકે માત્ર 16 હજાર રૂપિયા મળે છે. ઉપરાંત જે દિવસે સદનની કાર્યવાહી થાય તે એક દિવસ અનુસાર વધારાનું 1 હજાર રૂપિયાનું ભથ્થુ આપવામાં આવે છે. 

વધુ વાંચો: કઇ રીતે યોજાય છે રાજ્યસભા ચૂંટણી? કંઇક આવી છે તેની પાછળ રહેલી ફોર્મ્યુલા, જાણો ગણિત

રાજ્યસભા સાંસદને પ્રતિ કિલોમીટર અનુસાર 34 રૂપિયા યાત્રા ભથ્થુ પણ આપવામાં આવે છે. ઉપરાંત ટેલિફોન ખર્ચ, રેલવે ટિકીટ અને હવાઈ યાત્રામાં પણ છૂટ આપવામાં આવે છે. રાજ્યસભા સાંસદોને દર મહિને ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી પાસ મળે છે. ફ્લાઈટ ટિકીટ માટે માત્ર ટિકીટની માત્ર 25 ટકા રકમ જ ચૂકવવાની રહે છે. અન્ય સુવિધામાં સરકારી ગાડી, સરકારી ઘર, મફત પાણી, મફત વીજળી, ફર્નિચર, પડદા અને મેડિકલ સુવિધા પણ શામેલ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Rajya Sabha election rajya sabha mp salary sansad mp allowances sansad mp facilities sansad mp salary રાજ્યસભા ચૂંટણી રાજ્યસભા સાંસદ સુવિધા Rajya Sabha election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ