બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How did Spa Center Anitidham come to be? How prostitution flourished by arranging with powerful people

મહામંથન / સ્પા સેન્ટર અનીતિધામ કઈ રીતે બન્યા? વગદાર લોકો સાથેની ગોઠવણથી કઈ રીતે ફૂલ્યોફાલ્યો દેહવ્યાપાર

Vishal Khamar

Last Updated: 09:23 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક શહેરોમાં ચાલતા સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા અચાનક જ ચેકીગ હાથ ધરતા સ્પા સંચાલકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. પોલીસે છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસનાં દરોડા પડ્યા હતા. આ દરોડા પાડવાથી આ પ્રવૃતિઓ સદંતર બંધ થશે.

એક દિવસની અંદર 850થી વધુ સ્પામાં પોલીસે દરોડા પાડ્યા તેનાથી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો કે તેમના મનમાં કાયદાનો ડર પેદા થયો તે ભલે અલગ ચર્ચાનો મુદ્દો હશે પણ આજે મહામંથનમાં પાયાનો પ્રશ્ન એ ચર્ચવાનો છે કે સ્પા સેન્ટર અનીતિધામ કઈ રીતે બન્યા અને કાયદાનો કોઈ ડર ન હોય એટલી હદે કેમ મોટા થયા. તાજેતરમાં અમદાવાદના સિંધુભવનમાં સ્પામાં કામ કરતી યુવતીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો એ પછી સ્પા સંચાલકોના વગદાર લોકો સાથેની ગોઠવણની વાતો બહાર આવવા લાગી.

  • રાજ્યમાં અનેક જગ્યાએ સ્પા સેન્ટર્સ પર દરોડા
  • એક દિવસમાં 851 જેટલા સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા
  • અત્યાર સુધી 105થી વધુ લોકોની ધરપકડ

અમદાવાદના સિંધુભવનમાં જે બનાવ બન્યો તેમાં જ એવુ સામે આવ્યું હતું કે આ બિઝનેસમાં પોલીસના રૂપિયા રોકાયેલા હતા અને એક કોન્સ્ટેબલ બહુ મોટાપાયે વહીવટ કરી રહ્યો હતો. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સ્પાના ધંધામાં એકંદરે સંકળાયેલા તમામ લોકો ખુશ રહે એવો ઘાટ ઘડાય છે.  રૂપિયા વગદાર લોકોના હોય છે અને તેમનો વહીવટ પાછલા બારણે ચાલતો રહે છે, મશીનરીમાં ખાસ કોઈ રોકાણ હોતું નથી અને જે બિલ્ડરે જગ્યા આપી હોય તેને નિશ્ચિત ભાડુ મળી જાય છે. જો કોઈ નીતિથી કામ કરતું હોય અને ખુશ રહે તેની સામે વાંધો હોય જ ન શકે પરંતુ સ્પાના નામે જે દેહવેપાર કે અનૈતિક કામ ચાલે છે તેની સામે વાંધો પણ છે અને અવાજ પણ ઉઠાવવો જ રહ્યો.

  • સ્પા સેન્ટરના નામે અનેક જગ્યાએ અનૈતિક પ્રવૃતિ ચાલતી હતી
  • ગૃહરાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસની કાર્યવાહી
  • રાજ્યની પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી

રાજ્યમાં અનેક જગ્યાએ સ્પા સેન્ટર્સ પર દરોડા પડ્યા હતા. એક દિવસમાં 851 જેટલા સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા પડ્યા હતા. અત્યાર સુધી 105થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. 27 જેટલા સ્પા સેન્ટર અને હોટલના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. સ્પા સેન્ટરના નામે અનેક જગ્યાએ અનૈતિક પ્રવૃતિ ચાલતી હતી. ગૃહરાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યની પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી.

પોલીસે ક્યાં-ક્યાં દરોડા પાડ્યા?

અમદાવાદ
વડોદરા
સુરત
રાજકોટ
વિદ્યાનગર
મોરબી
અંકલેશ્વર
ઊંઝા
ભાવનગર
કલોલ
જૂનાગઢ

સ્પા સેન્ટર્સ બન્યા અનીતિધામ 

અમદાવાદ
9 સ્પા સંચાલકની ધરપકડ
 
વડોદરા
10 સ્પા સંચાલક સામે ફરિયાદ બાદ કાર્યવાહી
 
આણંદ
2 સ્પા સંચાલકની ધરપકડ
 
સુરત
50 સ્પામાંથી 35 લોકોની ધરપકડ
 
અંકલેશ્વર
3 સ્પા સંચાલકો સામે કાર્યવાહી
 
રાજકોટ
13 સ્પા સંચાલકો સામે ગુનો દાખલ કરાયો
 
કલોલ
3 સ્પા સંચાલકોની ધરપકડ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ