બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / Home Remedies of Pimple on Back get rid of red pimples easily

તમારા કામનું / પીઠ પાછળ લાલ ચકામાંને એક ઝાટકે કરો દૂર, આ વસ્તુઓ તમારું કામ સાવ કરી દેશે આસાન, ટિપ્સને સેવ કરીને રાખજો

Vaidehi

Last Updated: 06:49 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લોકોને પીઠ પર પિમ્પલ થઈ જતાં હોય છે અને પછી ખુબ ખંજવાળ આવે છે. ફોલ્લીઓને દૂર કરવા આ ઘરેલૂ ઉપાય કરી જુઓ, તાત્કાલિક રાહત મળશે.

  • પીઠ પર આવતાં પિમ્પલથી થાય છે ખંજવાળની સમસ્યા
  • ફોલ્લીઓને દૂર કરવા કરો આ ઘરેલૂ ઉપાય
  • ચહેરા સહિત પીઠની ફોલ્લીઓમાં પણ રહેશે અસરકારક

ઘણીવખત પીઠ પર ફોલ્લીઓ કે પિમ્પલ નિકળી આવે છે જેના લીધે ખંજવાળ આવતી રહે છે. ખાસ કરીને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીઓ આવે છે કારણકે તેઓ બેકલેસ ડ્રેસ નથી પહેરી શકતી. જો કે પીઠ પર પિમ્પલ આવવું એ સામાન્ય સમસ્યા છે અને તેને ઘરેલૂ ઉપાય દ્વારા સરળતાથી દૂર પણ કરી શકાય છે. જાણો કેવી રીતે?

એલોવેરા જેલ
આપણે સૌ જાણીએ જ છીએ કે એલોવેરા આપણાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે અને આ જ કારણોસર અનેક બ્યૂટી પ્રોડક્ટ્સમાં પણ એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. પીઠ પર આવેલ દાણીઓ અથવા ફોલ્લીઓને દૂર કરવા માટે એલોવેરાનાં પાનમાંથી જેલ કાઢી અને તેને થોડીવાર ફ્રીઝમાં મૂકી દેવું. પછી ઠંડા થયેલા આ જેલને પિમ્પલ પર લગાવવું અને અડધો કલાક બાદ સાફ પાણીથી ધોઈ દેવું.

મધ અને તજ
મધ અને તજને મિક્સ કરીને એક પેક તૈયાર કરી લેવું. તેમાં એન્ટીબેક્ટેકિયલ ગુણો હોય છે જે ફસ્સીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેથી આ પેકને પીઠ પર લગાવીને 15 મિનીટ બાદ તેને ધોઈ દેવું.

ગ્રીન ટી
ગ્રીન ટી મોટાભાગે લોકો વજન ઓછું કરવા માટે પીવે છે પરંતુ શું તમને ખબર છે કે સ્કિન કેરની ટ્રીટમેંટ માટે પણ આ બેસ્ટ ઉપાય છે. તેના માટે તમારે એક કપ ગ્રીન ટી તૈયાર કરીને અને તેમાં કૉટન બોલ્સ કે પછી રૂની મદદથી પિમ્પલ્સ પર લગાવવું. સૂકાયા બાદ સાફ પાણીથી ધોઈ લેવું.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ