બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Home Ministry order regarding the attack on foreign students in Boy Hostel of Gujarat University

આદેશ / ગૃહમંત્રી શાહ સુધી પહોંચ્યો ગુજરાત યુનિ.નો મામલો, કડક આદેશ, રાતે 11 વાગ્યું શું બન્યું?

Vishal Khamar

Last Updated: 01:27 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીની બોઈસ હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ થયાની ઘટના સામે આવી છે. જે ઘટના ઇન્ટરનેશનલ મુદ્દો બનતા ઘટનાની ગૃહ મંત્રાલયે ગંભીર નોંધ લીધી છે. અને ઘટનામાં પોલીસ ને કડક તપાસ કરવા આદેશ કરાયા છે.

શનિવારે બોયઝ હોસ્ટેલમાં A-બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ  હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢતા હતા. તે સમયે શરૂઆતમાં કેટલાક લોકોએ આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ નહિ પઢવા જાણ કરી હતી. અને  તે સમયે એક નમાઝીએ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિને તમાચો માર્યો અને મામલો બીચકયો હતો. જે ઘટનાનો વીડિઓ વાયરલ થયો છે. જે ઘટના માં નમાઝ સમયે આવેલા ટોળાએ જય શ્રી રામના નારા સાથે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓપર હુમલો કર્યો. વિદ્યાર્થીઓના રૂમ માં તોડફોડ કરી. વાહનોમાં તોડફોડ કરી. પથ્થરમારો પણ કર્યો. જે ઘટનાના વીડિઓ પણ વાયરલ થયા. જે ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા. જે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. તો ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જે ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓએ વીડિઓ બનાવી વાયરલ કરતા અને ઘટના જોતા મામલાની ગૃહ મંત્રાલયે પણ નોંધ લીધી છે. જે ઘટનામાં vtv ઘટના સ્થળે પહોંચી ઘટના સમયે હાજર વિદેશી વિદ્યાર્થીઓ સાથે વાત કરી. તો તેઓએ આપવીતી જણાવી. સાથે પોતે સુરક્ષિત નહી હોવાથી સુરક્ષિત સ્થળે ખસેડવા માંગ કરી. તો ઘટનામાં ગૃહ મંત્રાલયે નોંધ લેતા ગૃહ રાજ્ય મંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા સૂચન કરાયા. જે સૂચન મળતા પોલીસ કમિશનર ખુદ હોસ્ટેલ સ્થળ પર પહોંચ્યા અને ઘટનાની વિગત મેળવી. જેમની સાથે ક્રાઇમ બ્રાન્ચ. સાયબર ક્રાઇમ. યુનિવર્સીટીના કુલપતિ પણ હાજર હતા. જ્યાં પંચનામું કરી કાર્યવાહી હાથ ધરાઈ. જ્યાં હાજર પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના jcp ની હેઠળ ની ક્રાઇમ બ્રાન્ચની 4 ટિમ અને સ્થાનિક dcp હેઠળ 5 ટિમ એમ 9 ટિમ બનાવી તપાસ શરૂ કરાઇ. જે ઘટનામાં 2 વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવી. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ઓળખ થઈ છે અને પકડી લેવાશે તેની ખાતરી આપી. તો ઘટનાને લઈને યુનિવર્સીટીના કુલપતિએ તેઓએ જ જગ્યા આપી હોવાની વાત કરી હતી. તો ઘટનાને લઈને સ્થળ પર જશ ખાટવા આવેલ ધારાસભ્ય કૌશિક જૈન એ કડક કાર્યવાહી કરવા ખાતરી આપી.

વધુ વાંચોઃ વડોદરામાં પ્રેમી સાથે રંગરેલિયા માટે પ્રેમિકાએ 7 વર્ષની બાળકી સાથે કર્યું ચોંકાવનારું કામ

યુનિવર્સીટીમાં હાલ 300 વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. કેમ એ બ્લોક કે જ્યાં બનાવ બન્યો તેમાં 75 વિદ્યાર્થીઓ રહેતા. જેમાં 15 જેટલા વિદ્યાર્થી નમાજ પઢતા હતા અને આ બનાવ બન્યો. ત્યારે આ ઘટનાને લઈને અન્યના પણ નિવેદન લેવાશે. જેથી ઘટનામાં અન્ય ની ઓળખ કરી તેને પકડી કાર્યવાહી કરી શકાય. સાથે જ હોસ્ટેલમાં cctv નહિ હોવાનું પણ સામે આવ્યું..જો cctv હોત તો તમામ ની ઓળખ જલ્દી થઈ શકી હોત. ત્યારે હવે આ મામલે યુનિવર્સીટી શુ ધ્યાન આપે છે તે જોવાનો વિષય છે. તેમજ તોડફોડ કરનાર કોણ છે અને તે તમામ ક્યારે પકડાય છે તે પણ જોવું રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ