બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Home loan noc know how its helps to save money

તમારા કામનું / હોમ લોન લેવામાં ભૂલથી પણ ઉતાવળ ન કરતા, ધ્યાનમાં રાખજો NOCને લઇને આ ખાસ બાબત

Arohi

Last Updated: 02:13 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home loan NOC: વ્યક્તિની જ્યારે નોકરી લાગે છે તો તેને એક ઈચ્છા થાય છે કે તે પોતાનું ઘર લે. લોકો તેના માટે બેંક પાસેથી હોમ લોન લે છે. તમે પણ એવું કંઈ કરવાનું વિચારી રહ્યા છો તો હોમ લોન NOCના વિશે જરૂર જાણી લો.

  • હોમ લોન લેવામાં ન કરતા ઉતાવળ
  • NOCને લઇને ધ્યાનમાં રાખો આ વાત 
  • જાણો કઈ વાતોનું રાખશો ધ્યાન 

પોતાનું ઘર ખરીદવાનું ઘણા લોકોનું સપનું હોય છે. ઘણી એવી બેંક છે જે હોમ લોનની સુવિધા આપે છે. જણાવી દઈએ કે સરકારી અને પ્રાઈવેટ બન્ને પ્રકારની બેંક હોમ લોન ઓફર કરે છે. 

જો તમે પણ ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારે વ્યાજદર વિશે જાણકારી લેવાની સાથે NOCના વિશે પણ જાણકારી મેળવવી લેવી જોઈએ. આજે અમે તમને જણાવી દઈએ કે NOCનો હોમ લોનમાં શું રોલ હોય છે અને આ કેવી રીતે હેલ્પ કરે છે. 

NOCની જરૂર કેમ? 
નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ્સની (NOC) જરૂર લોનની રકમ પસંદ કરવા માટે પડે છે. જો તમે કોઈ બેંક પાસે લોનની વાત કરી રહ્યા છો તો સાથે તેના સાથે આના વિશે પણ પુછી લો કે વચ્ચે વચ્ચે જમા રકમ કરવામાં આવે તો NOC કેટલા દિવસમાં મળી જશે. માની લો કે તમે 30 વર્ષ માટે હોમ લોન લીધી છે અને તમે તેને 5 વર્ષમાં પુરી રકમ ચુકવી દો છો તો NOC તેના કેટલા દિવસમાં મળશે. લોન ચુકવ્યા બાદ NOC પ્રાપ્ત કરવાનું ભલી જવા પર નાણાકીય અને કાયદાકીય રીતે મુશ્કેલી ઉભી કરી શકે છે. 

લોન એનઓસી એક ખાસ દસ્તાવેજ હોય છે જે ખાસ પ્રમાણ છે કે તમે ઉધાર લીધેલી રકમની ચુકવણી કરી છે અને લોન સાથે સંબંધિત બધી જવાબદારીઓને પુરી કરી લીધી છે. 

વ્યક્તિગત લોનની તુલનામાં હોમ લોનના રીપેમેન્ટ બાદ NOC પ્રાપ્ત કરવું વધારે મહત્વપૂર્ણ છે. આ લોન બંધ કરવાની પ્રક્રિયાનો ભાગ હોય છે જે તમને સંપત્તિની એમાઉન્ટ સાથે જોડાયેલા કોઈ પણ વિવાદથી બચાવવામાં મદદ કરશે. આવો સમજીએ કે તેના ફાયદા અને નુકસાન શું છે? 

પડે છે ક્રેડિટ સ્કોરની અસર 
આ તમારા ક્રેડિટ સ્કોરને નેગેટિવ રીતે પ્રભાવિત કરી શકે છે. કોઈ વ્યક્તિની શાખની ગણતરી કરવા માટે ટ્રાન્ઝેક્શન ક્રેડિટ રિપોર્ટ પર વિશ્વાસ કરે છે. NOC વગર લોન તમારી ક્રેડિટ રિપોર્ટ પર પેંડિંગ દેખાતી રહેશે જેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક પ્રભાવ પડશે. 

આ ભવિષ્યમાં કોઈ અન્ય આવાસ લોન કે વ્યક્તિગત લોન જેવા ક્રેડિટ સર્વિસ સુધી તમારી પહોંચને પણ પ્રભાવિત કરી શકે છે. આટલું જ નહીં જો ભવિષ્યમાં તમે તે ઘરને વેચવા માંગો છો તો વગર હોમ લોન NOCએ નહીં વેચી શકો. કારણ કે બાયર્સને લાગે છે કે તમે લોનની રકમ નથી ચુકવી. 

વ્યાજ અને અન્ય ખર્ચ 
ઘણી વખતે એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિ લોનની પુરી રકમ જમા કરી દે છે તેમ છતાં તેની પાસે લોન ચુકવવાનો મેસેજ આવે છે અને વ્યાજ પણ વધતું રહે છે હકીકતે તેની પાછળ કારણ એ હોય છે કે બેંક વગર NOCએ ઘણી વખત તમારી લોનને ક્લોઝ નથી કરી શકતી. 

તેમની પાસે આ કેસમાં લોન લેનાર પર કાયદાકીય કાર્યવાહી કરવાનો અધિકાર હોય છે. માટે પરિણામસ્વરૂપ કેસ, સંપત્તિ જપ્ત કે વેતન હાનિ થઈ શકે છે. બાદમાં આ તમારા માટે નાણાકીય બોજ પેદા કરી શકે છે. માટે NOC રકમ ચુકવ્યા બાદ તરત બેંક પાસેથી લઈ લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ