બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Holi festival in Mathura drunken party dance video with Russian dancers

Video / હોળીની પાર્ટીમાં રશિયન રૂપલલનાએ લગાવ્યા ઠુમકા, બિલ્ડરો સાથે સેક્સી ડાન્સની પળ થઈ કેદ

Ajit Jadeja

Last Updated: 08:17 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21 માર્ચની રાત્રે જાણિતા બિલ્ડર ગ્રુપ દ્વારા કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના તમામ ધનાઢ્ય લોકોએ ભાગ લીધો હતો

Mathura Latest News : ઉત્તર પ્રદેશના મથુરાની હોળી દેશભરમાં પ્રખ્યાત છે. અહી હોળી ઉજવવા લોકો દૂર દૂરથી આવે છે. પરંતુ ધાર્મિક નગરી કહેવાતા આ શહેરની મહેફિલના વિડિયોએ સૌ કોઇને ચોકાવી દીધા છે.  શહેરમાં હોળીના તહેવારના નામે દારૂની મહેફિલ આયોજિત કરવામાં આવી અને રશિયન યુવતીઓને બોલાવીને ડાન્સ કરાવવામાં આવ્યો હતો. હાઈપ્રોફાઈલ લોકોની સોસાયટીમાં આયોજિત આ પાર્ટીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો આ વીડિયોને જોઇને દંગ રહી ગયા  છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

ધનાઢ્ય લોકો દ્નારા પાર્ટીનું આયોજન

મથુરાની લાઠીમાર હોળી હોય કે લડ્ડુમાર હોળી પરંતુ આ મથુરાની હોળી જોવા માટે દૂર દૂરથી ભક્તો અહી આવે છે. દ્વાપર યુગથી બ્રજમાં હોળીનો તહેવાર ચાલી રહ્યો છે. અહીં ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની લીલાઓને જોડીને ઉજવવાની પરંપરા છે. લોકો તેને જોવા માટે વૃંદાવન આવે છે. જો કે આ દરમિયાન બ્રજમાં હોળી પર યોજાયેલી પાર્ટી ચર્ચામાં આવી છે. વૃંદાવન-છટીકરા રોડ પર આવેલી એક સોસાયટીમાં 21 માર્ચની રાત્રે એક જાણિતા બિલ્ડર ગ્રુપ દ્વારા કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના તમામ ધનાઢ્ય લોકોએ ભાગ લીધો હતો.

 

આ પણ વાંચોઃ હોળીની જ્વાળા પરથી કેવી થાય છે મોસમની આગાહી? ભદ્રા કાળને લીધે કરો આ ઉપાય

રસિયન ડાન્સરોએ લગાવ્યા ગ્લાસ સાથે ઠુમકા

આ કોકટેલ પાર્ટીમાં રશિયન ડાન્સર્સને બોલાવવામાં આવી હતી. આ ડાન્સરો દ્વારા નશા કારક પદાર્થનું સેવન કરીને બિલ્ડર આયોજકો સાથે આખી રાત ઠુમકા લગાવ્યા હતા. કોઈએ આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. ત્યારબાદ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નુસરત ફતેહ  અલીખાનના રસકે કમર ગીત પર રશિયન ડાન્સર માથા પર  દારૂથી ભરેલો ગ્લાસ રાખીને  ઠુમકા લગાવતી લગાવતી પાર્ટીમાં સામેલ મહેમાનો સાથે નાચતી જોવા મળી રહી છે. હવે  આ વીડિયોને જોયા પછી લોકો વાંધો વ્યક્ત કરીને તેને હોળી તહેવારના મેળાપણાના  નામે પરંપરા અને મર્યાદા સાથે ખીલવાડ ગણાવી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ