બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / History repeats itself after 33 years! Shri Ram Charitra Manas Yatra will start from Ahmedabad to Ayodhya

અવસર / 33 વર્ષ બાદ ફરી ઈતિહાસનું પુનરાવર્તન! અમદાવાદથી અયોધ્યા જવા શ્રી રામ ચરિત્ર માનસ યાત્રા નીકળશે, એક ક્લિકમાં જાણો નોંધણીની વિગત

Vishal Khamar

Last Updated: 07:19 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરાયુ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અમદાવાદમાં શ્રીરામ ચરિત્ર માનસ રથયાત્રાનુ આયોજન કરાયુ છે. ન્યુ રાણીપના રામ ચરિત્ર માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 18 દિવસની રથયાત્રા કાઢવામાં આવશે.

  • અમદાવાદથી 33 વર્ષ બાદ નીકળશે રામચરિત્ર માનસ રથયાત્રા
  • 9 જાન્યુઆરીએ અમદાવાદથી નીકળીને રથયાત્રા
  • રથયાત્રામાં 20 વાહનોમાં 1008 ભાવિક ભક્તો જોડાશે
  • શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આયોજન

 

અમદાવાદમાં 33 વર્ષ બાદ ફરી ઈતિહાસ રચાશે. જેમાં બીજી શ્રી રામ ચરિત્ર માનસ યાત્રા સાથે ઈતિહાસ પુનરાવર્તિત થશે. ફરી એક વખત અમદાવાદથી રથયાત્રા અયોધ્યો જશે. રામ ચરિત માનસ યાત્રા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું. રામ ચરિત માનસ યાત્રા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું. ટ્રસ્ટ દ્વારા રથનું મિનીએટર પણ દર્શાવવામાં આવ્યું છે. યાત્રામાં 1008 જેટલા ભક્તો દ્વારા નોંધણી કરાવી છે. 

8 જાન્યુઆરીએ પૂજા વિધિ થશે અને 9 જાન્યુઆરીએ યાત્રા નીકળશે
અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના દિવસની ઉજવણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ન્યુ રાણીપમાં રામ ચરિત્ર માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કર્યું હતું. અમદાવાદથી અયોધ્યા સુધી રામ ચરિત માનસ યાત્રાનું આયોજન કર્યું હતું. 18 દિવસની લાંબી યાત્રા 8 જાન્યુઆરીથી રથયાત્રા શરૂ થશે. 8 જાન્યુઆરીએ પૂજા વિધિ થશે અને 9 જાન્યુઆરીએ યાત્રા નીકળશે. 20 જાન્યુઆરીએ પૂજા વિધિ થશે 22 જાન્યુઆરીએ મંદિરમાં ધ્વજા ફરકાવશે અને દર્શન કરશે. 

યાત્રા નોંધણી 26 ડિસેમ્બર થી બપોરે 2 વાગે શરૂ થશે 
યાત્રામાં 1008 યાત્રી ભક્તો રથયાત્રામાં જોડાશે. જ્યારે 500 થી વધુ સ્વયંસેવકો-શ્રદ્ધાળુઓ-યાત્રિકો આ યાત્રામાં જોડાશે. તેમજ મોટા અને નાના બંને પ્રકારનાં લગભગ 12 શહેરોમાં યાત્રા સ્ટોપ લેશે. યાત્રા નોંધણી 26 ડિસેમ્બરથી બપોરે 2 વાગે શરૂ થશે. યાત્રામાં જોડવા માટે રામ ચરિત્ર માનસ યાત્રા ચેરીટેબલ ટ્રસ્ટ નોંધણી કરી શકશે. વેબસાઇટ (www.rcmy.org) પર  યાત્રીઓ માટે પ્રક્રિયા કરી શકશે.

'પારાયણો'ના વાંચનની સાથે સાથે 15 પંડિતો જોડાશે
યાત્રામાં સત્સંગ અને ભજન ગાયન અથવા સેલિબ્રિટો શો માટે 3 કલાકનો હોલ્ડ રહેશે. સમગ્ર રામ ચરિત્ર માનસ યાત્રા દરમ્યાન રામ નામનો જાપ કરવામાં આવશે. તેમજ પારાયણોનાં વાંચનની સાથે સાથે 15 પંડિતો પણ જોડાશે. યાત્રા અમદાવાદથી નીખલી ગોધરા-દાહોદ-બંડાવર-ઉજ્જેન-પચોટ-ગુના-શિવપુરી-ઝાંસી-કાનપુર-લખનઉ રોકાશે અને અયોધ્યામાં પૂર્ણ થશે. તેમજ યાત્રામાં કોઈ યાત્રિકની તબીયત લથડે તો તેને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે યાત્રામાં મેડિકલ ટીમ અને જરૂરી વાહનો પણ રહેશે. યાત્રામાં 20 થી વધુ વાહનો જોડાશે. જેમાં યાત્રા પરત ફરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ