બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Historic judgment in Valsad accident damages case

14 વર્ષ થયા..! / વલસાડ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત નુકસાનીમાં 4.30 કરોડનું વળતર ચૂકવવા આદેશ, 12 વર્ષની દીકરી મળ્યો ન્યાય

Dinesh

Last Updated: 10:17 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં અકસ્માત નુકસાનીના કેસમાં કોર્ટે પરિવારને રૂપિયા 4.30 કરોડનુ શ્રીરામ ફાયનાન્સ કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

  • વલસાડમાં અકસ્માત નુકસાનીના કેસમાં ઐતિહાસિક ચુકાદો
  • પરિવારને રૂપિયા 4.30 કરોડનુ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
  • શ્રીરામ ફાયનાન્સ કંપનીને અકસ્માત વળતર ચૂકવવા આદેશ


વલસાડમાં અકસ્માત નુકસાનીના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિવારને રૂપિયા 4.30 કરોડનુ વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. શ્રીરામ ફાયનાન્સ કંપનીને અકસ્માત વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 32 વર્ષીય હિતેશ ટંડેલનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતકના પત્નીએ વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.  

વલસાડ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વલસાડ જિલ્લાની કોર્ટે અકસ્માતના કેસમાં વળતર અંગે ઐતિહાસિક ચુકાદો આપી 12 વર્ષીય બાળકીને રૂપિયા 4 કરોડ 30 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કોર્ટના આ હુકમથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર  બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બનાવી દીધું છે. આ કેસની વિગતે વાત કરીએ તો, વર્ષ 2010માં વલસાડના કોસંબા ગામે રહેતા અને શીપમાં ફરજ બજાવતા 32 વર્ષીય હિતેશભાઈ મનુભાઈ ટંડેલ તારીખ 18 માર્ચ 2010ના રોજ મુંબઈથી વલસાડ તરફ પરિવાર સાથે કારમા આવી રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદ મુંબઈ હાઇવે પર કાશા પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક અને અન્ય એક કાર સાથે અકસ્માતમાં હિતેશભાઈ ટંડેલનું મોત નિપજયુ હતું. 

એક્સીડેન્ટલ ટ્રિબ્યુનલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
જેમાં ટ્રક ચાલક અને વીમા કંપની શ્રી રામ જનરલ વિરૂદ્ધ મહારાષ્ટ્રની દાહણું નામદાર કોર્ટમાં કેશ થયો હતો. જેમાં અકસ્માતમા મૃત્યુ પામનાર હિતેશભાઈની વિધવા રત્નાબેન ટંડેલ અને તેમના ગર્ભમાં રહેલી શ્રેયા હિતેશ ટંડેલ નાઓને વલસાડ જિલ્લાની મોટર એક્સીડેન્ટલ ક્લેમ ટ્રિબ્યુનલમાં નુકશાની વળતર મેળવવા માટે વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ભરત ડી. દેસાઈ તથા તેમના પુત્ર મનહરસિંહ ભરતભાઈ દેસાઈ મારફત રૂપિયા 3 કરોડની નુકશાની મેળવવા માટે અરજી કરી હતી.

 પરિવારને રૂ.4.30 કરોડનુ વળતર ચૂકવવા આદેશ
આ દરમિયાન હિતેશભાઈ ટંડેલની પત્નીએ પુત્રી શ્રેયાને જન્મ આપ્યા બાદ કોરોના કાળ દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું. જેમાં એડવોકેટ ભરતભાઈ દેસાઈએ નામદાર હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બિડાણ કરી દલીલો કરતા નામદાર કોર્ટે ઐતહાસિક ચુકાદો આપતાં 12 વર્ષની બાળકી શ્રેયાને રૂપિયા 4 કરોડ અને 30 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. આમ અકસ્માતમાં પિતા અને કોરોનામાં માતાની છત્રછાયા ગુમાવતા પુત્રી શ્રેયા અત્યારે 12 વર્ષની થઈ છે. અકસ્માત વખતે જે પુત્રી માતાના ગર્ભમાં હતી તે પુત્રીના અકસ્માત બાદ જન્મ અને આજે 12 વર્ષની થયા બાદ કોર્ટે ચુકાદો આપી બાળકીને 4 કરોડ 30 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતા બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ