બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / hindu marriage rituals why sindoor applying on mang by ring according to jyotish vigyan

ધર્મ / લગ્નમાં કેમ વરરાજા દુલ્હનની માંગમાં ભરે છે સિંદૂર? પાછળ રહેલું છે ધાર્મિક મહત્વ, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

Arohi

Last Updated: 11:45 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hindu Marriage Rituals: વિવાહ વખતે દુલ્હો દુલ્હનની માંગમાં સિંદૂર ભરે છે. જે દુલ્હનના સુહાગની નિશાની છે. મહિલાઓ હંમેશા તેને પોતાની માંગમાં સજાવે છે અમુક પરંપરાના કારણે તો અમુક વિશ્વાસના કારણે.

  • વરરાજા દુલ્હનની માંગમાં ભરે છે સિંદૂર?
  • પાછળ રહેલું છે ધાર્મિક મહત્વ
  • જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

હિન્દૂ ધર્મમાં મહિલાઓ દ્વારા લગાવવામાં આવતા સિંદૂરને સુહાગની નિશાની માનવામાં આવે છે. આ વિવાહનું પ્રતીક હોય છે. વિવાહ વખતે જ્યારે વરરાજા દુલ્હનની માંગમાં સિંદૂર ભરે છે ત્યારે તે વિવાહ પૂર્ણ માનવામાં આવે છે. હિંદૂ લગ્નમાં સિંદૂરનું સાંસ્કૃતિક મહત્વ છે. વિવાહમાં દુલ્હાને વિંટી દ્વારા દુલ્હનની માંગમાં સિંદૂર ભરતા જોયા હશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રથાનું મનુષ્યના જીવનમાં ખૂબ ખાસ મહત્વ હોય છે. હિન્દૂ ધર્મમાં વિંટીથી સિંદૂર ભરવું સૌભાગ્યને વધારનાર માનવામાં આવે છે. વિંટીથી સિંદૂર લગાવવાના ઘણા પ્રતીકાત્મક અર્થ છે. વિંટી પતિનો પોતાની પત્નીના પ્રત્યે પ્રેમ અને પ્રતિદ્ધતાને દર્શાવે છે. 

વિંટીથી માંગમાં સિંદૂર લગાવવાનું મહત્વ 
દૂલ્હા દ્વારા દુલ્હનની માંગમાં સિંદૂર લગાવવાનું પ્રતીકાત્મક અર્થ એ થાય છે કે વિંટીથી માંગ ભરવાના ઘણા અન્ય લાગભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે સિંદૂરનો લાલ રંગ જીવનથી ખરાબ શક્તિઓને દૂર રાખે છે. જ્યારે વિંટી પત્નીના સ્વાસ્થ્યની રક્ષા કરે છે. 

હિન્દૂ ધર્મમાં વિંટીથી સિંદૂર લગાવવાની પ્રથા ઘણા વર્ષે જુની છે. જે આજે પણ હિંદૂ સંસ્કૃતિઓમાં વ્યાપક રૂપથી પ્રચલિત છે. તે પ્રેમ, પ્રતિબદ્ધતા અને સુરક્ષાનું પ્રતીક છે અને આ વિવાહિત મહિલાઓને પણ પોતાની ઓળખ આપવાની રીત છે. 

દામ્પત્ય જીવનમાં પ્રેમના સંકેત આપે છે વિંટી 
વિવાહ વખતે જ્યારે વિંટીથી માંગ ભરવામાં આવે છે તો આ પતિનો પોતાની પત્નીના પ્રત્યે પ્રેમ બતાવે છે. વિંટીને દામ્પત્ય જીવનના અટૂટ પ્રેમની નિશાની માનવામાં આવે છે. 

વિંટીથી સિંદૂર લગાવીને પતિ-પત્નીના પ્રત્યે પોતાની પ્રતિજ્ઞાને દર્શાવે છે કે તે તેને હંમેશા પ્રેમ કરેશે અને કોઈ પણ પરિસ્થિતિમાં પત્નીનો સાથ નહીં છોડે. 

શુભતા અને સૌભાગ્યનું પ્રતીક છે વિંટીથી સિંદૂર લગાવવું 
હિન્દૂ ધર્મમાં વિવાહિત સ્ત્રી માટે સિંદૂર સૌભાગ્ય, સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યાં વિવાહમાં દુલ્હો વિંટીથી દુલ્હનની માંગમાં સિંદૂર લગાવે છે. ત્યારે તે જીવનમાં શુભતા અને સૌભાગ્ય લાવે છે. 

માન્યતા છે કે તે નવદંપત્તિના જીવનમાં આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા લાવે છે. જેનાથી એક સુખી અને સમૃદ્ધ વૈવાહિક જીવનની શરૂઆત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ