બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / high protein salad recipe paneer chole chaat healthy breakfast

High Protein Salad / આચર-કૂચર ખાવાનું બંધ કરો, અને બનાવો પ્રોટીનથી ભરપૂર આ ચટાકેદાર નાસ્તો, ફેમિલીને મજા પડી જશે-હેલ્થ પણ સારી રહેશે

Bijal Vyas

Last Updated: 03:59 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પણ હેલ્દી અને ટેસ્ટી નાસ્તો કરવા માંગો છો, તો આજે જ ટ્રાય કરો આ સુપર હેલ્દી ટેસ્ટી હાઇ પ્રોટીન ચણા પનીર સલાડ રેસીપી..

  • ડાયટ કરતા હોય તો જરુરથી ટ્રાય કરો આ હેલ્દી રેસીપી
  • હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે હાઇ પ્રોટીન ચણા પનીર સલાડ 

High Protein Salad Recipe: દરરોજ સવારે બ્રેક ફાસ્ટ કરવો ખૂબ જ જરુરી છે, પરંતુ નાસ્તાનો સૌથી મોટો પ્રશ્નએ હોય છે કે રોજ સવારે હેલ્દી અને ટેસ્ટી શું બનાવું? તે અઘરો પ્રશ્ન હોય છે. તો શું તમે નાસ્તામાં કઇક હેલ્દી અને ટેસ્ટી ખાવા માંગો છો તો તમે ચણા અને પનીર સલાડ ખાઇ શકો છો. તે ખૂબ જ ટેસ્ટે અને હેલ્થ માટે ફાયદાકારક છે. તો આજે જ ટ્રાય કરો આ સુપર હેલ્દી ટેસ્ટી હાઇ પ્રોટીન ચણા પનીર સલાડ રેસીપી...

Topic | VTV Gujarati

સામગ્રીઃ

  • 1 કપ બાફેલા ચણા 
  • 100 ગ્રામ પનીર 
  • 1 નાની સમારેલી ડુંગળી
  • 1 લીલું ઝીણુ સમારેલુ મરચું
  • સમારેલા લીલા ધાણા
  • લીંબુ સ્વાદમુજબ 
  • મીઠું સ્વાદ અનુસાર

Topic | VTV Gujarati

બનાવવાની રીતઃ

  • સૌથી પહેલા બાફેલા સફેદ છોલે ચણા  ને એક કાણાવાળા બાઉલમાં લઇ બધુ પાણી તારવી લો. 
  • ત્યાર બાદ એક બાઉલમાં સમારેલી ડુંગળી, લીલુ મરચું, લીલા ધાણાને સમારીને મિક્સ કરો. 
  • હવે તેમાં પનીરના ટુકડા કાપીને તેની સાથે છોલે ચણા  પણ મિક્સ કરો. 
  • હવે બધુ મિક્સ કરીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાંખો. 
  • તમે મરી પાઉડર અને ચાટ મસાલો પણ નાંખી શકો છો. આ સલાડ માટે તમે છોલેના બદલે દેશી ચણાનો ઉપયોગ કરી શકો છો, આ સલાડમાં તમે ટામેટા, કાચી કેરી, ખીરા કાકડી, બીટ વગેરે ઉમેરી શકો છો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ