બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Hemant Soren reaches CM residence in Ranchi; to hold meeting of ruling alliance MLAs

રાંચી / હેમંતની પત્ની કલ્પના બનશે ઝારખંડની મુખ્યમંત્રી ! ઈડીની બીકે ભાગેલા CM દેખાયા, તાબડતોબ કર્યું આ કામ

Hiralal

Last Updated: 04:07 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડીની બીકે ગાયબ થયેલા ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરન રાંચીમાં દેખાયા હતા અને તેમણે તાબડતોબ ધારાસભ્ય દળની બેઠક કરી હતી.

  • ઈડીની બીકે ગાયબ થયેલા ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરન રાંચીમાં દેખાયા
  • આવતાં જ ધારાસભ્ય દળની કરી બેઠક
  • પત્ની કલ્પના સોરેનને સીએમ બનાવે તેવી શક્યતા 
  • જમીન કૌભાંડમાં ઈડી હેમંત સોરેનની ધરપકડ કરે તેવી શક્યતા 

ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરનની પત્ની કલ્પના સોરેન મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. ઈડીના દરોડાની બીકે ભાગેલા સીએમ હેમંત સોરેન રાજધાની રાંચી પાછા આવી ગયા છે અને આવતાં ધારાસભ્ય દળની બેઠક કરી હતી આ પછી એવી અટકળો વહેતી થઈ હતી કે કલ્પના સોરેન સીએમ બની શકે છે. 

આવતાં જ રાંચીમાં તાબડતોબ બેઠક 
લગભગ 40 કલાક સુધી 'ગુમ' થયાની જાણ હેમંત સોરેન મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ દેખાયા હતા. તેમનો કાફલો અચાનક જ મુખ્યમંત્રી નિવાસ પાસે દેખાયો હતો. ચહેરા પર સ્મિત ફરકાવીને અને હાથ હલાવીને સીએમના નિવાસસ્થાનમાં પ્રવેશેલા સોરેન તરત જ એક્શનમાં આવી ગયા. ધારાસભ્યો સીએમ નિવાસ સ્થાને એકઠા થતા તેમણે આગળના પગલા અંગે મનોમંથન શરૂ કરી દીધું હતું. સર્કિટ હાઉસમાં એકઠા થયા બાદ સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્યો સીએમ આવાસ પર પહોંચ્યા હતા. ધારાસભ્યોની બેઠકમાં હેમંત સોરેનની પત્ની કલ્પના પણ હાજર રહી હતી. ત્યાર બાદ ફરી એકવાર કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાની અટકળો તેજ બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈડીના વલણને જોતા જેએમએમને ડર છે કે સોરેનની 31 જાન્યુઆરીએ પૂછપરછ દરમિયાન ધરપકડ કરવામાં આવી શકે છે. હાજર થતાં પહેલાં હેમંત સોરેન પ્લાન 'બી'નો અમલ કરવા માગે છે.

કલ્પનાને સીએમ બનાવવા બેઠક ખાલી કરાવાઈ-ભાજપનો દાવો 
તાજેતરમાં જ ગાંડેયા બેઠક પરથી ધારાસભ્ય સરફરાઝ અહેમદે રાજીનામું આપી દીધું હતું. ભાજપે દાવો કર્યો હતો કે જેએમએમએ કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાના હેતુથી આ બેઠક ખાલી કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, જો કલ્પના સોરેનને સીએમ બનાવવામાં આવે તો તેમને ગાંડેયા બેઠક પરથી ચૂંટણી લડી શકાય છે. જો કે હેમંત સોરેને પોતે આ અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ ભાજપની કલ્પના છે.

હેમંત સોરેનની ધરપકડનો ડર?
કથિત જમીન કૌભાંડમાં ફસાયેલા હેમંત સોરેનની ધરપકડની પણ શક્યતા છે. સોરેને ઇડીને જણાવ્યું છે કે તેઓ 31 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાને પૂછપરછ માટે હાજર રહેશે. આ દરમિયાન ઈડીએ સોમવારે દિલ્હીમાં સોરેનના ઘરેથી 36 લાખ રૂપિયાની રોકડ અને એક લક્ઝરી કાર મળી હોવાનો દાવો કર્યો છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇડી પ્રસ્તાવિત પૂછપરછ પહેલા જ સોરેન વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ