બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / hema malini traveled in metro to avoid traffic jam watch viral video

બોલિવૂડ / ટ્રાફિકથી બચવા હેમા માલિનીએ માણી Auto-Metroની મજા, ફેન્સ સાથે સેલ્ફી પડાવી લખ્યું 'Wonderful Experience'

Arohi

Last Updated: 03:53 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hema Malini Traveled In Metro: એક ટ્વીટમાં બીજેપી સાંસદ હેમા માલિનીએ લખ્યું કે તેમને કારથી મુંબઈના એક ઉપનગર દહિસર પહોંચવામાં બે કલાકનો સમય લાગ્યો. યાત્રા ખૂબ જ થાકી જવાય તેવી હતી. ત્યાર બાદ તેમણે નિર્ણય કર્યો કે કારની જગ્યા પર તે મેટ્રોથી મુસાફરી કરશે

  • મુંબઈ મેટ્રોની હેમા માલિનીએ કરી મુસાફરી 
  • ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન હેમા માલિની 
  • મેટ્રો અને રિક્ષાનો લીધો સહારો 

દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની મંગળવારે મુંબઈ મેટ્રોમાં સફર કરતા જોવા મળ્યા હતા. હેમા માલિનીને જોઈને લોકો દંગ રહી ગયા હતા. એક ટ્વીટમાં BJP સાંસદ હેમા માલિનીએ લખ્યું કે તેમને કારમાંથી મુંબઈના એક ઉપનગર દહિસર પહોંચવામાં  બે કલાકનો સમય લાગ્યો. યાત્રા ખૂબ જ થાકી જવાય તેવી હતી. ત્યાર બાદ તેમણે નિર્ણય કર્યો કે કારની જગ્યા પર તે મેટ્રોથી મુસાફરી કરશે. 

મેટ્રોમાં તેઓ અડધા કલાકમાં ત્યાં પહોંચી ગયા. અભિનેત્રીથી રાજનેતા બનેલા હેમા માલિનીએ ટ્વીટર પર ઘણા ફોટો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. 

વીડિયોમાં ગુલાબી શર્ટ અને સફેદ પેન્ટ પહેરીને અભિનેત્રી મુંબઈ મેટ્રોની અંદર સાથી યાત્રીઓની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહી છે. મેટ્રોની સવારી બાદ હેમા માલિનીએ પોતાની બાકીની યાત્રા ઓટોમાં પુરી કરી. 

મેટ્રોના અનુભવ બાદ અભિનેત્રીએ ઓટોની સવારી પણ કરી. તેમણે ડીએન નગરથી જુહૂ સુધી સવારી લીધી. હેમા માલિનીએ લખ્યું કે જ્યારે પોતાના ઘર પર ઓટોમાંથી ઉતર્યા તો સુરક્ષા ગાર્ડ ચોંકી ગયા. તેમણે વીડિયોની સાથે પોસ્ટ કર્યું છે, "આ વીડિયો મેં ઓટોની અંદરથી શૂટ કર્યો છે. મેં પોતાને સંપૂર્ણ રીતે એન્જોય કર્યું. "

2020માં આવી હતી ફિલ્મ 
મહત્વનું છે કે અભિનેત્રી હોવાની સાથે હેમા માલિની મથુરાથી ભાજપ સાંસદ અને એક કુશળ ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના પણ છે. તેમણે છેલ્લી વખત 2020માં આવેલી ફિલ્મ શિમલા મિર્ચીમાં અભિનય કર્યો હતો. તેમણે શોલે, સીતા ઔર ગીતા, રાજા જાની, દિશાએ, દ બર્નિંગ ટ્રેન, જુગનૂ, દિલ કા હીરો અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ