બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains in these districts of Saurashtra and South Gujarat

મેઘ પઘરામણી / સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ, દોઢ મહિના બાદ કડાકા ભડાકા જોઈ ખેડૂતોનું મન શાંત

Vishal Khamar

Last Updated: 06:36 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આજે સવારથી જ રાજ્યનાં જૂનાગઢ, કાલાવડ, વડોદરા તેમજ અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાતા કંઈક અંશે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

  • રાજ્યમાં છવાયો વરસાદી માહોલ
  • જૂનાગઢમાં વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશ
  • મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ 
  • કાલાવડ શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો 

બે મહિનાના લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી
જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે મહિનાનાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્ર થતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. વરસાદને કારણે બિલખા રોડ પર આવેલા ડુંગરપર અને ખાડિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

વરસાદ વરસતા ખેતી પકોને થશે ફાયદો
સુરત જીલ્લાનાં બારડોલી, કડોદરા, પલસાણા સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. વરસાદ વરસતા ખેતીનાં પાકને જીવનદાન મળ્યું હતું તો બીજી તરફ શહેરીજનોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી. 

ઉકાઈ જળાશય યોજનામાં પાણીની આવક

વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ખુશખુશાલ
તાપી જીલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી વરસાદી માહોલ છવાયો હતો. જીલ્લાનાં વડા મથખ વ્યારા સહિત આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે વાલોડ, ડોલવણ તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. જીલ્લામાં ફરી વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા હતા. 

લુણાવાડ સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો

લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ 
મહીસાગર જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. લુણાવાડ સહિત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. લુણાવાડા, કડાણા, ખાનપુર સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારથી પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીનાં પાકને જીવનદાન મળ્યું

મોડાસા, ધનસુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ 
અરવલ્લી જીલ્લામાં લાંબા વિરાદ બાદ વરસાદ પડ્યો હતો. મોડાસા, ધનસુરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીનાં પાકને જીવનદાન મળ્યું હતું. 

ડાંગમાં વરસાદી માહોલ છવાયો

ડાંગમાં વરસાદ પડતા કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યું
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે ડાંગમાં પણ વરસાદની  વરસ્યો જિલ્લાના સાપુતારા અને વધઇમાં વરસાદ શરુ થયો હતો. ખેતીવાડી કરતા ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસામાં ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા સહેલાણીઓ માટે પણ આનંદના સમચાર છે. 

ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઈ

ઝરમર વરસાદ વરસતા પાકને જીવનદાન મળ્યું
આણંદ જીલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. બોરસદ, આંકલાવ, આણંદમાં ઝરમર વરસાદ વરસતા પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઈ છે. 

વરસાદથી બચવા લોકોએ તાડપત્રીનો સહારો લીધો

સવારથી શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ
વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો. સવારતી શહેરનાં નિઝામપુરા, છાણી તેમજ રાજમહેલ રોડ, નવાપુરા, પાણીગેટ, કારેલીબાગમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. 

કાલાવડ શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો 

કાલાવડ શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો 
જામનગરનાં કાલાવડ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જસાપર, મોટા વડાલા, શિસાંગ સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કાલાવડ શહેરમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતીનાં પાકોને ફાયદો થયો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ