બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains in Ahmedabad since early morning: Meghraja rains in these districts in last 24 hours

મેઘરાજાની બેટિંગ / અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ: છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા

Malay

Last Updated: 08:43 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ગરમીના કારણે લોકો અકળાયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી છે. શનિવારે સાબરકાંઠા, ખેડા, નડિયાદ, ડાકોર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

  • ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી 
  • છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ
  • રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો
  • વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોની ખુશીમાં વધારો 

ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત આગમન થયું નથી, તેમ છતાં તેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ગઈકાલ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગોધરા અને માતરમાં નોંધાયો છે. ગોધરા અને માતરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ગોધરા અને માતરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાત 111 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ગોધરામાં 4 ઈંચ, માતરમાં 4 ઈંચ, લોધિકામાં 3.5 ઈંચ, આણંદમાં પોણા 3.5, દેસરમાં 3 ઈંચ, પેટલાદ અને ઉમરેઠમાં 2.5 ઈંચ ખાબક્યો છે. જ્યારે હાલોલ અને નડિયાદમાં સવા 2 ઈંચ, જેસર, કાલોલમાં પણ સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ સોજીત્રામાં 2 ઈંચ, ઉમરગામ અને ઠાસરમાં 2-2 ઈંચ, સાવલીમાં પોણા 2 ઈંચ, મહેમદાવાદમાં પોણા 2 ઈંચ, તારાપુરમાં પોણા 2 ઈંચ, મહુવામાં અને ઘોઘંબામાં પણ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે 
બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યામાં ધોધમાર વરસાદ પડતાં ધરતી પુત્રોએ અખાત્રીજનું વાવણીનું મુહુર્ત પણ સાચવી લીધું છે. જો કે હવે ખેડૂતો કાગડોળે ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી હતી.  તેઓએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. 

26થી 30 જૂન દરમિયાન થશે ભાર વરસાદ 
તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 24થી 36 કલાકમાં જ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ શરૂ થઇ જશે. આ દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડશે. ખાસ કરીને 26થી 30 જૂન દરમિયાન દક્ષિણ અને મુધ્ય ગુજરાતમાં મેઘરાજા રીતસર ધમરોળશે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને વરસાદ માટે રાહ જોવી પડશે, છૂટાછવાયા વરસાદ સિવાય આ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ