બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મુંબઈ / Heavy Rain in Mumbai school office close

હવામાન / મુંબઇમાં વરસાદનું જોર યથાવત્, સ્કૂલ-ઓફિસ બંધ, રેલ-વિમાન સેવા પ્રભાવિત

vtvAdmin

Last Updated: 12:03 PM, 2 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માયાનગરી મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં છે જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડી રહ્યાં છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની સાથે દરિયામાં હાઇ ટાઇડની ચેતાવણી આપી છે.

જેને લઇને રાજ્ય સરકારે આજરોજ બધી સરકારી તેમજ ખાની સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુંબઇ મ્યૂનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જણાવામાં આવ્યું છે કે આજે સરકારી તેમજ ખાનગી સ્કૂલ બંધ રહેશે, આ સાથે સરકારી તેમજ ખાનગી ઓફિસમાં પણ જાહેર રજા કરી દેવામાં આવી છે.
 

મુંબઈમાં વરસાદે માઝા મૂકી છે, હજુ પણ વરસાદનું જોર યથાવત છે. મુંબઈમાં ભારે જળપ્રલય જેવી સ્થિતિ ઉભી થઈ છે. મૂશળધાર વરસાદ બાદ રાજ્ય સરકારે મુંબઈમાં તમામ સરકારી સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે મુંબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
 

 

જ્યારે અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પાલઘરમાં નાલાસોપારા રેલવે સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયુ છે. હવામાન વિભાગ પણ લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી રહ્યું છે. મુંબઈ એરપોર્ટ પણ વરસાદના પગલે સ્પાઈસ જેટની એક ફ્લાઈટ લપસી જવાની ઘટના સામે આવી છે.
 

જે બાદ મુંબઈ એરપોર્ટનો મેઈન રન વે બંધ કરી દેવાયો છે. તો વરસાદના પગલે અનેક ટ્રેનો રદ થઈ છે અને અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી જોવા મળી રહી છે.  એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સોમવારની રાતે ત્રણ જગ્યાએ દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે.
 

 

આ ત્રણ દૂર્ઘટનામાં 21 લોકોનાં મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. દિવાલ ધરાશાયી બનવાની ઘટના મલાડ ઇસ્ટ, કલ્યાણ અને પૂણેમાં બની છે. મલાડ ઇસ્ટમાં 12 લોકોનાં મોત નિપજ્યાં હોવાની સૂત્રોને માહિતી મળી છે.
 


જ્યારે કલ્યાણમાં 3 લોકો દિવાલ ધરાશયીની ચપેટમાં આવી જતાં મૃત્યું પામ્યાં છે. જ્યારે પૂણેના સિંહગઢ કોલેજની દિવાલ ધરાશયી થઇ જતાં 6 લોકોના મોત નિપજ્યાં છે.
 


આ ત્રણેય ઘટના અડધી રાતે થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ