બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy rain in Ahmedabad city

માવઠું / બળતું અમદાવાદ થયું ઠંડું, સાંજે વસ્ત્રાપુર, થલતેજ સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવા માહોલ, ધોધમાર વરસાદ

Dinesh

Last Updated: 06:36 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના માનસી ચાર રસ્તા, થલતેજ, વસ્ત્રાપુર, ભુયંગદેવ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

  • અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ 
  • ભુયંગદેવ અને થલતેજ આસપાસના વિસ્તારોમાં વરસાદ
  • બપોરે વાદળછાયા વાતાવરણ બાદ સાંજે શરૂ થયો વરસાદ 


રાજ્યમાં ફરી કમોસમી વરસાદનો મારો શરૂ થયો છે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો બીજી તરફ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.  માનસી ચારરસ્તા, વસ્ત્રાપુર, ભુયંગદેવ અને થલતેજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

 અમદાવાદ શહેરમાં વરસાદ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં માનસી ચારરસ્તા અને થલતેજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જો કે, બપોર બાદ અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો ત્યારબાદ વાદળછાયો વાતાવરણ સર્જાયો હતો અને સાંજે અચાનક વરસાદ શરૂ થયો હતો. અત્રે તમને જણાવી દઈએ વાસણા, પાલડી, આશ્રમરોડ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. તેમજ એસ.જી હાઈવે, સોલા, ગોતા, સરખેજમાં પણ વરસાદ વરસ્યો છે.


જો કે, વરસાદથી અમદાવાદીઓને ગરમીથી થોડી રાહત મળી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા હવામાનમાં ઠંડક પ્રસરી છે.

હવામાન વિભાગે 4 દિવસ વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, બોટાદ, વલસાડ, તાપી, દમણ, જામનગર,ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

1થી 3 મે સુધીમાં અહીં ખાબકી શકે છે વરસાદ
સાથે 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 2 મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 3 મેના રોજ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 3 મેના રોજ દાહોદ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ,બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મે મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.

ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી,  જાણો આજે ક્યાં ખાબકશે | light to heavy rain forecast in Gujarat from  September 8 to 12

અરબ સાગરમાં આવશે ચક્રવાત
તેમણે જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ