બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / heavy rain forecast by weather department saurashtra and south gujarat

ચોમાસું જામ્યું / આજે ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે મુશળધાર વરસાદ, બારેમેઘ ખાંગા થવાની હવામાન વિભાગની વકી

Dhruv

Last Updated: 11:58 AM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોની આતુરતા વચ્ચે અમદાવાદમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હવે હાશકારો અનુભવ્યો છે.

  • આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ
  • આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ બોપલ, ઘુમા, એસ.જી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ અને નિકોલ જેવાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આજ રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદ વરસશે.

તો બીજી બાજુ આવતી કાલે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એ સિવાય નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 જુલાઈના રોજ નવસારી, સુરત અને આણંદમાં વરસાદની આગાહી

બીજી બાજુ તારીખ 6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો

તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો માંગરોળમાં 1.8 ઈંચ વરસાદ, નવસારીમાં 2.5 ઈંચ વરસાદ તો વડાલીમાં 1.8 ઈંચ વરસાદ અને માંડવીમાં પણ 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વીરપુરમાં 1.5 ઈંચ વરસાદ, સોનગઢમાં 1.5 ઈંચ વરસાદ, સોનાગઢમાં 1.5 ઈંચ વરસાદ, ખાંભામાં 1.5 ઈંચ વરસાદ, કરજણમાં 1.5 ઈંચ વરસાદ, વિજયનગરમાં 1.5 ઈંચ વરસાદ, નેત્રંગમાં 1.5 ઈંચ વરસાદ, બરવાળામાં 1.5 ઈંચ વરસાદ, પલસાણામાં 1.3 ઈંચ વરસાદ, જોડિયામાં 1.3 ઈંચ વરસાદ, તિલકવાડામાં 1.3 ઈંચ વરસાદ અને દિયોદરમાં 1.3 ઈંચ વરસાદ ખાબકતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ