બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain and wind lashed many areas of the state including Dakor-Godhra

મેઘ મલ્હાર / ભારે ઉકળાટ બાદ ડાકોર-ગોધરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન વરસાદ ખાબક્યો, ખેતરો પાણી-પાણી, જાંબુઘોડામાં 2.5 ઈંચ

Malay

Last Updated: 08:36 AM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

 

  • આગામી 5 દિવસ વરસાદની આગાહી
  • ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ
  • આજ સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો

દેશના અનેક રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાને મિજાજ બદલ્યો છે. દેશભરમાં લોકોને આજથી હીટવેવથી રાહત મળવાની શરૂ થઈ જશે કારણ કે દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી હવે વરસાદ દસ્તક દે તેવી શક્યતાઓ વધી રહી છે. મોટા ભાગના રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. 26 રાજ્યોમાં આજે વરસાદ થવાની સંભાવના છ તો કેટલાક રાજ્યમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ 
હવામાન વિભાગની આગાહીને પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે. આ મામલે વિગતવાર વાત કરીએ તો આજ વહેલી સવારથી વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે 5 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી. ગાજવીજ સાથે વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. હજુ પણ અહીં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. 

ખેડામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ખેડા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ખેડાના ડાકોર, સેવાલીયા અને ઠાસરામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાવણીની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી, આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો  તમારા શહેરમાં પડશે કે નહીં | weather department forecast for rain in Gujarat


પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ
પંચમહાલમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડા, ઘોઘંબા, હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા, મોરવા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડા તાલુકામાં 2.5 ઈંચ અને ઘોઘંબામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાયા છે. 

28થી 30 જૂન દરમિયાન અતિભારે વરસાદની આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂનને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ મહેસાણા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ