બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Heavy hail and rain in Bengaluru

આફત / VIDEO : બેંગ્લુરુમાં મૂશળધાર વરસાદ સાથે કરાવૃષ્ટિ, શહેર બન્યું પાણી પાણી, અંડરપાસમાંથી પરિવારને બચાવાયો

Dinesh

Last Updated: 08:30 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડરપાસમાં પાણીના સ્તરનો જાણ્યા વિના કાર ચાલકે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ અધવચ્ચે જ કાર ફસાઈ ગઈ હતી અને કાર ડૂબવા લાગી હતી

  • બેંગલુરૂમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો
  • કાર સવાર 6 લોકોને રેસક્યું કરી બહાર કઢાયા
  • આર સર્જિકલ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું

બેંગલુરૂમાં ભારે વરસાદના કારણે રવિવારે આર સર્જિકલ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ત્યાં કાર ફસાઈ ગઈ હતી જે કારમાં સવાર પરિવારને ફાયર વિભાગ અને ઈમરજન્સી સેવાની ટીમે ભારે જહેમત બાદ બચાવી લીધો છે. પાપ્ત વિગતો મુજબ કારમાં સવાર એક મહિલાની હાલત ગંભીર હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવી છે. 

ભારે કરા સાથે વરસાદ
બેંગલુરૂમાં ભારે કરા સાથે વરસાદ પડ્યો છે જેનાથી નીચાણવાળા વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિગતો મુજબ રવિવારે બપોરના સમય એક પરિવાર ભારે વરસાદ અને કરાવૃષ્ટિ વચ્ચે કાર લઈને રહ્યો હતો ત્યારે વરસાદના કારણે 6 લોકોનો પરિવાર ફસાયો હતો.

કાર ડૂબવા લાગી હતી
અંડરપાસમાં પાણીના સ્તરનો જાણ્યા વિના કાર ચાલકે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ અધવચ્ચે જ કાર ફસાઈ ગઈ હતી અને કાર ડૂબવા લાગી હતી. કારમાં સવાર લોકો બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ભારે વરસાદને કારણે પાણીની સપાટી સતત વધવા લાગી હતી. પરિવારજનોએ મદદ માગતા આસપાસના લોકો તેમને બચાવવા દોડી આવ્યા હતા. લોકોએ સાડી અને દોરડાની મદદથી તેમને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

સીડીની મદદથી બહાર નીકાળ્યા
મળતી માહિતી મુજબ કે, ફસાયેલા લોકોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નીકળી શક્યા ન હતા. જેમાંથી બેને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્યને સીડીની મદદથી કરીને બહાર નીકાળવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ