બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Heat stroke cases also increase in Ahmedabad with increasing heat

ચિંતા / અમદાવાદમાં ગરમીથી હિટ સ્ટ્રોકના કેસમાં વધારો, 5 દિવસમાં નોંધાયા 45 કેસ, જાણો લક્ષણ અને ઉપાય

Kishor

Last Updated: 10:50 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગરમી વધતાની સાથે જ હિટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.

  • અમદાવાદમાં ગરમીથી હિટ સ્ટ્રોકના કેસમાં વધારો 
  • બપોરના સમયે ગરમી વધતા હિટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો
  • સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10થી વધુ નોંધાઈ રહ્યાં છે કેસ

અમદાવાદમાં ગરમીથી હિટ સ્ટ્રોકના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ધગધગતી ગરમી વરસતી હોવાથી હિટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો નોંધાયો છે. પરિણામે  સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10થી વધુ કેસ  નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 5 દિવસમાં આંકડા પર નજર કરીએ તો હિટ સ્ટ્રોકના 45 દર્દીઓએ સારવાર લીધી હોવાનું જણાય રહ્યું છે. બીજી તરફ ગરમીને પગલે ઝાડા, ઉલટીના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે સાથેવાયરલ ઇન્ફેક્શનના 473 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરાયુ છે. ઉપરાંત પીડિયાટ્રિક વિભાગમાં 39 બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે સોલા સિવિલમાં રોગચાળાને લઈ રોજની 1000 થી 1500 ઓપીડી થઈ રહી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઓમિક્રોન સામે તૈયારી; એક આખા અલાયદા વોર્ડમાં 25  બેડની વ્યવસ્થા | Preparation against Omicron of Civil Hospital, Ahmedabad;  Arrangement of 25 beds in a ...

શું છે હીટ સ્ટ્રોક 
હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોકને તમે સામાન્ય ભાષામાં 'લૂ લાગવી' કહી શકો છો. આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે. હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને મનુષ્યને બિલકુલ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે. સમય પહેલા તેની સારવાર ન કરવામાં આવે તો મનુષ્યનું મોત અથવા ઓર્ગેન ફેલ પણ થઈ શકે છે. 

હીટ સ્ટ્રોકના લક્ષણ 

  • માથામાં દુખાવો 
  • ડિમેંશિયા 
  • ખૂબ વધારે તાવ આવવો 
  • બેભાન થઈ જવું 
  • માનસિક સ્થિતિ બગડી જવી 
  • ઉલ્ટી, ચક્કર 
  • ત્વચા લાલ થવી 
  • હાર્ટ રેટ વધી જવી 
  • ત્વચા ડ્રાય થઈ જવી 

હીટ- સ્ટ્રોકના કારણ 
વધારે ગરમ જગ્યા પર લાંબા સમય સુધી રહેવું લૂ અથવા હીટ-સ્ટ્રોકનું કારણ બની શકે છે. જો કોઈ ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ જગ્યા પર આવે છે તો પણ તેને હીટ સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. ઉનાળાની વધારે એક્સરસાઈઝ કરવી પણ હીટ-સ્ટ્રોકનું મુખ્ય કારણ છે. ગરમીમાં વધારે પરસેવો આવ્યા બાદ જરૂરી માત્રામાં પાણી ન પીવાથી. જો કોઈ વધારે દારૂનું સેવન કરે છે તો શરીર પોતાનું ટેમ્પ્રેચર યોગ્ય કરવાની તાકાત ખોઈ બેસે છે. આ પણ લૂ લાગવાના કારણે થઈ શકે છે. જો તમે પણ ગરમીમાં આવા કપડા પહેરો છો કે જેનાથી પરસેવો અથવા હવા પાસ નથી થઈ રહી તો તે પણ હીટ-સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ