બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Heart attack reasons and symptoms: people should not ignore gas acidity pain, it can be heart attack causes

તમારા કામનું / 'લેફ્ટ સાઈડમાં જ હાર્ટએટેક આવે', એવા ભ્રમમાં ન રહેતા, લક્ષણો ઓળખવામાં થાપ ખાધી તો જઈ શકે જીવ

Vaidehi

Last Updated: 08:04 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ અટેક દરમિયાન દર્દીને છાતીમાં ડાબી બાજુ જ દુ:ખાવો થાય એવું જરૂરી નથી હોતું. હેલ્થ એક્સપર્ટસ્ કહે છે કે કેટલાક લક્ષણોને અવગણવું જીવલેણ સાબિત થઈ શકે છે.

  • દેશમાં હાર્ટઅટેકનાં મામલાઓ ચિંતાનો વિષય
  • હેલ્થ એક્સપર્ટસ લોકોને આપી રહ્યાં છે માહિતી
  • હાર્ટ અટેકનાં લક્ષણો જાણી ઈલાજ કરવો જરૂરી

છેલ્લા 2 વર્ષોમાં હાર્ટઅટેકનાં કેસોમાં વધારો થયો છે. કોરોના બાદ લોકો હેલ્થને લઈને વધુને વધુ જાગૃત થયાં છે. જો કારણ જેનેટિક નથી તો હાર્ટ અટેકને મોટાભાગનાં હેલ્થ એક્સપર્ટસ્ લાઈફસ્ટાઈલ રોગ માને છે. જો થોડીક સાવધાની રાખામાં આવે તો અનેક કેસમાં દર્દીઓનો જીવ બચાવી શકાય છે. અહીં કેટલાક લક્ષણો એવા છે જે દર્દીઓનાં ઈલાજમાં કામ આવી શકે છે.

રિસ્ક ફેક્ટર
હાર્ટ અટેક અને એસિડ-ગેસ અટેકનાં લક્ષણો સમાન હોય છે. જેના લીધે લોકો મૂંજાઈ જતાં હોય છે. હેલ્થ એક્સપર્ટસ્ માને છે કે જો તમને ગેસ જેવું અનુભવાય છે તો ઘરેલૂ ઈલાજની જગ્યાએ ડોક્ટર્સને મળવું જોઈએ. જો તમને બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો છાતીમાં દુ:ખાવાને સીરિયસલી લેવાની જરૂર છે.

ડાબી બાજુ જ દુ:ખાવો થાય તેવું જરૂરી નથી
મોટાભાગનાં લોકો માને છે કે હાર્ટ અટેક દરમિયાન છાતીમાં ડાબી બાજુએ પેઈન થાય છે. પરંતુ હકીકતમાં છાતીમાં આ દુ:ખાવો વચ્ચે, ડાબે-જમણે, જડબા કે ખભ્ભામાં પણ થઈ શકે છે.  છાતીમાં વચ્ચે પેઈન થવાને લોકો ગેસ-એસિડિટી સમજી લે છે પણ એવું જરૂરી નથી હોતું.

ધ્યાનમાં રાખો આ લક્ષણો
કેટલાક કેસમાં દર્દીઓને બેચેની કે નીંદર આવવામાં સમસ્યાઓ થવા લાગે છે. છાતીમાં પ્રેશર ફીલ થતું હોય છે. આ દુ:ખાવો ફિઝિકલ એક્ટિવિટી કરવાથી વધે છે. ડોક્ટર્સ કહે છે કે જો તમે એક પોઈન્ટ પર અડકીને દુ:ખાવો જણાવી શકો છો તો શક્ય છે કે આ પેઈન કોઈ અન્ય કારણોસર થતું હોય. હાર્ટ અટેકનું પેઈન વધુ જગ્યાઓમાં ફેલાયેલું હોય છે.દર્દીને જો ઠંટો પરસેવો કે ઊલટી થાય છે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બ્લડ પ્રેશર વધે છે તો ચાન્સ છે કે આ હાર્ટ અટેક હોય. સૌથી જરૂરી વાત છે કે પેનિક થયાં વગર દર્દીને શાંત રાખવું જોઈએ. ડોક્ટર્સની સલાહ તાત્કાલિક લઈને જ કોઈ નિર્ણય કરવો જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ