બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Heart attack cases rise 29% in Gujarat, cattle owners vs cattle party clash

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ 29% વધ્યા, ઢોર માલિકો vs ઢોર પાર્ટીની માથાકૂટ, LEOનું ટ્રેલર આઉટ

Vishal Khamar

Last Updated: 11:10 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

supar fast news: નવરાત્રી સમયે હાર્ટ એટેકની ઘટના બને તો દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઈમરજન્સી 108 તેમજ મેડીકલ સ્ટાફ ખડે પગે રહેશે. તો સ્ટાર ક્રિકેટરે તેની પત્નિને છૂટાછેડા આપી દીધા છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ સેક્ટરમાં કુલ 4 MoU કરવામાં આવ્યા છે. જેનાથી ૧૧૯૦ લોકો માટે રોજગારીની તકોનું સર્જન થશે.

India should get permanent membership in UNSC supports Russian President Putin

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વધુ એક વખત પોતાનું સમર્થન જાહેર કયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતના મજબૂત આર્થિક વિકાસના બેમોઢે વખાણ કરી કહ્યું હતું કે ભારત UNACનું કાયમી સભ્ય હોવું જોઈએ. વધુમાં તેઓએ પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે આવા દેશો દરેક એવા દેશને દુશ્મન ગણી રહ્યા છે જે જે આંખ બંધ કરીને તેમની પાછળ ચાલવા તૈયાર નથી અને ભારત સાથે પણ આવું કરવાના પ્રયાસો એક સમયે પ્રયાસ થઈ ચૂક્યા છે. અમે બધા સમજીએ છીએ અને એશિયામાં પરિસ્થિતિ અનુભવી છીએ જે સંપૂર્ણપણે સ્પષ્ટ છે.

29% increase in annual cardiac cases in Gujarat

 નવરાત્રીમાં ગરબા રમતા રમતા યુવક- યુવતીઓને હાર્ટ એટેકથી મોત ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રી સમયે ઈમરજન્સી 108 હોટ લોકેશન પર તહેનાત રાખવામાં આવશે. તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ સહિતનાં લોકેશન પર 108 ની ટીમ તહેનાત રહેશે.  તેમજ ક્વિક રિસ્પોન્સ આપી શકાય તે માટેની ટીમ પણ હાજર રહેશે.  તેમ ઈમરજન્સી 108 નાં સીઓઓ  ર્ડા. જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું. 

વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-૨૦૨૩થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી યોજવામાં આવે છે.  આ ઉપક્રમના આઠમાં તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બુધવાર તા. ૦૪   ઑક્ટોબરે આઠમી કડીમાં ટેક્ષટાઇલ, પેકેજિંગ, કેમિકલ્સ તેમજ પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના રોકાણો માટે ચાર MoU થયા છે. તેનાથી સંભવિત ૧,૧૯૦ જેટલી રોજગારીની તકોનું નિર્માણ થશે.  આ ઉપક્રમમાં જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં તા. ૪ ઓક્ટોબરે થયેલા MoU સહિત આઠ તબક્કામાં કુલ ૧૪,૬૩૬ કરોડ રૂપિયાનના સંભવિત રોકાણો માટેના ૩૫ MoU થયાં છે. આ MoU સાકાર થતાં રાજ્યમાં સમગ્રતયા ૫૧, ૯૦૭ જેટલા રોજગાર અવસરો ઊભા થશે.   

450 cases of heart attack reported in last one month in Rajkot

રાજકોટમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકનાં કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં 450 કેસ નોંધાયા છે.  તેમજ એક મહિનામાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને 450 થી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ નવરાત્રી સમયે અર્વાચીન રાસોત્સવ થતા હશે ત્યાં હોટ સ્પોટ નક્કી કરાશે.  તેમજ હવે ઈમરજન્સી 108માં પણ AED  મશીન રાખવામાં આવશે.  

રાજકોટમાં RMCની ઢોરપાર્ટી અને માલધારીઓ વચ્ચે તંગ માહોલ સર્જાયો હતો. ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. માલધારીઓ તેમજ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને SRPના જવાનો વચ્ચે ઢોર મુદ્દે રસ્તા વચોવચ ઘમાસાણ સર્જ્યું હતું. જેથી રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ધમકાવી રહ્યો છે અને તે માલધારી મહિલાને કહી રહ્યો છે કે, બહુ લપ ના કરો નહીંતર ઘરમાંથી કાઢીશું ઢોર.

Now there is a demand for caste census in Gujarat too

તાજેતરમાં જ બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર કર્યા છે. ત્યારે બિહારમાં થયેલ જાતિ આધારી વસ્તી ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. રાજ્યમાં પછાત વર્ગની કુલ વસ્તી 27.31 કટા છે. જ્યારે અત્યંત પછાત વર્ગનીની વસ્તી 36.01 ટકા. તેમજ સામાન્ય વર્ગની 15.52 ટકા છે.  બિહાર દ્વારા જાહેર કરાયેલ જાતિ આધારિતી વસ્તી ગણતરનીનાં આંકડાને લઈ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે. 

After Ranbir Kapoor, Kapil Sharma, Huma Qureshi also accused of ED, Mahadev spends time in betting app case, know what the...

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં હવે કેટલાક વધુ સ્ટાર્સના નામ સામે આવ્યા છે. અગાઉ ઈડીએ રણબીર કપૂરને સમન્સ જારી કર્યું હતું. હવે કેટલાક વધુ સ્ટાર્સને બોલાવવામાં આવ્યા છે. જો સૂત્રોનું માનીએ તો તે સ્ટાર્સના નામ છે કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરેશી અને હિના ખાન. 4 ઓક્ટોબરે રણબીર કપૂરને સમન્સ જારી કરવાના સમાચાર સામે આવ્યા હતા. હવે માહિતી મળી રહી છે કે EDએ કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાનને સમન્સ પાઠવ્યા છે. અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે સની લિયોન, કૃષ્ણા અભિષેક, પુલકિત સમ્રાટ સહિત 14 સ્ટાર્સ EDના રડાર પર છે. આ તમામ સ્ટાર્સે મહાદેવ સટ્ટાબાજી એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપી હતી. જોકે કપિલ, હુમા અને હિનાનું નામ તે 14 સ્ટાર્સમાં નહોતું. પરંતુ હવે ત્રણેયને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

 અંબાજી મંદિર ખાતે બનતા પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવતા ઘી માં ભેળસેળ મામલે વહીવટદાર, ફ્રૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, પોલીસ તમામ વિભાગો દ્વારા તપાસને ઝડપી બનાવી હતી. જે બાદ તપાસનો રેલો અમદાવાદ માધુપુરા ખાતે આવેલ નીલકંઠ ટ્રેડર્સે પહોંચ્યો હતો. જ્યાંથી મોહિની કેટરર્સ દ્વારા ઘી નાં ડબ્બા ખરીદ્યા હતા. નીલકંઠ ટ્રેડર્સમાં રાતે તપાસ હાથ ધરી હતી. જે બાદ નીલકંઠ ટ્રેડર્સની દુકાનને સીલ કરી નોટીસ ચોંટાડવામાં આવી હતી. ત્યારે નીલકંઠ ટ્રેડર્સનાં માલિક જતીન શાહ આજે એકાએક પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસનાં રિમાન્ટ મંજૂર કર્યા હતા.  હવે તપાસમાં કેટલું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું. 

The first match of the World Cup will start today at 2 pm at the Narendra Modi Stadium in Ahmedabad

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચને લઇ સ્ટેડિયમમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમ ખાતે ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ ખાતે 1 DIG, 7 DCP, 11 ACPનો કાફલો સુરક્ષામાં તૈનાત છે. સ્ટેડિયમના મુખ્ય VIP ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગઠવવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય ગેટ પર ACP અને PI કક્ષાના અધિકારીઓ હાજર છે. મુખ્ય ગેટ નંબર 1 પર 70થી વધુ કોન્સ્ટેબલ હાજર છે. શહેર પોલીસ કમિશનરે કોઈપણ જગ્યાએ કચાશ ન રહે તે માટે વ્યવસ્થા કરવાની પોલીસકર્મીઓને સૂચના આપી છે. ખાસ કરીને VVIP, VIP અને વિદેશી નાગરિકો માટે ખાસ વ્યવસ્થા માટે સૂચનાઓ આપવામાં આવી છે. 

સાઉથના સુપરસ્ટાર વિજય થાલાપથી તેની આગામી ફિલ્મ 'લિયો' માટે ઘણા દિવસોથી ચર્ચામાં છે. આજે ચાહકોની રાહનો અંત લાવતા નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં કલાકારો એક પછી એક એક્શન સીન કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં વિજયની સાથે બોલિવૂડનો પાવરફુલ એક્ટર સંજય દત્ત પણ જોવા મળી રહ્યો છે.   

delhi court grants divorce of indian cricketer shikhar dhawan and wife aesha mukerji

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેમને વનડે વર્લ્ડ કપ માટે પણ ભારતીય ટીમમાં જગ્યા નથી મળી. હવે ધવનની પત્ની આયેશા મુખર્જી સાથે તેના ડિવોર્સ થઈ ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ પરિસરની ફેમિલી કોર્ટે ડિવોર્સને મંજૂરી આપી દીધી છે. તેના ઉપરાંત કોર્ટે ધવનને દિકરાને મળવાની મંજૂરી પણ આપી છે. 

new zealand beat england rachin ravindra devon conway century england vs new zealand

ક્રિકેટના મહાકૂંભ ગણાતા ક્રિકેટના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને વર્લ્ડ કપની પહેલી મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી મળેલો 283 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં પૂરો કરી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ