બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Hearing in the High Court on the matter of Chinese thread and glass thread

BIG NEWS / ચાઇનીઝ દોરી મામલે હાઇકોર્ટે ગુજરાત સરકારને તતડાવી, 24 કલાકમાં નવેસરથી સોગંદનામું કરવા આદેશ, જાણો સમગ્ર મામલો

Dinesh

Last Updated: 09:30 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી, સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ તેમાં કોઈ વિગત ન હોવાથી તેમજ ગૃહ વિભાગને નવેસરથી સોંગદનામું દાખલ કરવા HCનો આદેશ

  • ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી
  • સુનાવણી દરમિયાન હાઈકોર્ટની રાજ્ય સરકારને ફટકાર
  • સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ તેમાં કોઈ વિગત ન હોવાથી ફટકાર


ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રતિબંધ હોવા છતાં અનેક શહેરોમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને અનેક શહેરોમાં અકસ્માતની ઘટના પણ સામે આવી છે. આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં કહ્યું હતું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. તેમજ આજે ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે સુનાવણી દરમિયાન હાઈકોર્ટેમાં રાજ્ય સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ તેમાં કોઈ વિગત ન હોવાથી ફટકાર આપી છે.

ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી
આજે ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર આપી છે. સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ તેમાં કોઈ વિગત ન હતી તેમજ સરકારે સંતોષજનક સોંગદનામું રજૂ કર્યું ન હતું. સરકારે કયા પગલા ભર્યા તેની વિગત ન હોવાથી હાઈરોર્ટે રાજ્ય સરકારને ફટકાર આપી છે. ગૃહ વિભાગને નવેસરથી સોંગદનામું દાખલ કરવા અને મીડિયામાં જાગૃતિ ફેલાવવા પણ સરકારને હાઇકોર્ટે આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આવતીકાલે ગુજરાત સરકારને સોંગદનામું દાખલ કરવુ પડશે અને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે.

હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું 
આ મામલે હાઇકોર્ટે  કડક વલણ અપનાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં કહ્યું હતું કે ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. વધુમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે HCએ માહિતી માંગી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને DGPએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું હતુ છે.

ગઈકાલે સરકારે જવાબમાં શું જણાવ્યું હતું 
વધુમાં સરકારે જણાવ્યું કે પ્રતિબંધિત દોરી વેચનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ સંબંધિત વિભાગને કરવામાં આવ્યા હોવાનું ગુજરાત સરકારે HCમાં સોગંદનામુ દાખલ કર્યુ હતુ. હાઇકોર્ટે બે દિવસમાં એફિડેવિટ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો. 

શુ હતો સમગ્ર મામલો
ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકોના અને પક્ષીઓના જીવને ધ્યાને રાખીને એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે ચુસ્તપણે અમલ કરવા જણાવાયું હતું. વધુમાં ચાઈનીઝ દોરી અને તુક્કલની સાથે દેશી દોરીમાં કાચનો ભુક્કો લગાવવામાં આવે છે જેની સામે પણ પગલાંની માંગ ઉઠી હતી. ત્યારે જે સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ અને હાઇકોર્ટે સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. વધુમાં બે દિવસમાં જવાબ રજૂ કરવા સૂચન કરાયું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ