બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / healthy breakfast 6 low calorie indian for weight loss

હેલ્થ ટિપ્સ / રોજ નાસ્તામાં જરૂરથી ખાઓ આ ચીજ, ફટાફટ વજન ઘટવા લાગશે! 10 જ દિવસમાં કમર 34થી 28

Bijal Vyas

Last Updated: 11:19 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે, જો તમે દિવસના તમારા પહેલુ મીલ હેલ્દી રાખો છો, તો તમને ઓછી ભૂખ લાગે છે અને તે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

  • ડાયટિંગ માટે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે
  • જો તમે ડાયટ પર હોવ તો નાસ્તામાં સોજી ઉપમા ખાઈ શકો છો
  • વજન ઘટાડવા માટે તમે નાસ્તામાં દલિયા પણ સામેલ કરી શકો છો

Weight Loss Breakfast: આજના સમયમાં એક સમસ્યા જે લોકોમાં ખૂબ જ સામાન્ય છે તે છે વજન વધવું. વધતા વજનને ઘટાડવા માટે, લોકો ઘણીવાર ડાયેટિંગનો આશરો લે છે. આજના સમયમાં આવા ઘણા અલગ-અલગ ફંડા આવ્યા છે જેની મદદથી તમે વજન ઘટાડી શકો છો. પરંતુ બીજી બાજુ, ઘણા લોકો માટે ડાયટિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ શું તમે જાણો છો કે ડાયેટિંગ વગર પણ તમે વજન ઘટાડી શકો છો. આ માટે તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી પડશે જેમાં કેલરી ઓછી હોય અને પોષક તત્વોથી ભરપૂર હોય. ઘણા લોકો માને છે કે આવા ખોરાકમાં સ્વાદ નથી. પરંતુ એવુ નથી યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે પણ સ્વાદિષ્ટ બની શકે છે. ડાયટિંગ માટે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે, જો તમે દિવસના તમારા પહેલુ મીલ હેલ્દી રાખો છો, તો તમને ઓછી ભૂખ લાગે છે અને તે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તો આવો 6 હેલ્ધી બ્રેકફાસ્ટના 5 વિકલ્પો જાણીએ....

વજન ઘટાડવા માટે નાસ્તામાં ખાઓ આ 6 વસ્તુઓ 
ઉપમા

જો તમે ડાયટ પર હોવ તો નાસ્તામાં સોજી ઉપમા ખાઈ શકો છો. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે આ એક સારો વિકલ્પ છે. ઉપમાની સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારી પસંદગીના વધુમાં વધુ શાકભાજી ઉમેરીને બનાવી શકો છો. શાકભાજીમાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળશે. આ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નથી લાગતી, જે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.

Tag | VTV Gujarati

પૌઆ
જો તમારું વજન ઓછું થઈ રહ્યું છે તો તમે તમારા નાસ્તામાં પૌઆ પણ સામેલ કરી શકો છો. જો કે સામાન્ય રીતે લોકો તેને નાસ્તામાં પણ સામેલ કરે છે. પૌઆ સામાન્ય રીતે દરેકને પસંદ હોય છે. તે ખાવામાં ખૂબ જ હલકું છે અને પચવામાં પણ સરળ છે. તમે તેને બનાવતી વખતે તેમાં ઘણા પ્રકારના શાકભાજી પણ ઉમેરી શકો છો. તમે પૌઆની સાથે એક ગ્લાસ છાશ પણ લઈ શકો છો. આમ કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે લાંબા સમય સુધી ઉર્જાવાન અનુભવ કરશો.

ઓટ્સ 
જો તમારી પાસે નાસ્તો બનાવવા માટે વધુ સમય નથી, તો ઓટ્સ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તમે તેને ઝડપથી બનાવીને ખાઈ શકો છો. ઘરમાં જે પણ શાકભાજી હોય તે બધાને મિક્સ કરી શકો છો. ઓટ્સ ફાઈબરથી ભરપૂર અને સુપર હેલ્ધી હોય છે. સૌથી સારી વાત એ છે કે તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. ઓટ્સનું સેવન પેટ, હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

કંઈક નવું અને હેલ્ધી ખાવાની ઈચ્છા છે તો તરત જ બનાવી લો આ ખાસ પુલાવ, બદલાશે  થાળીનો સ્વાદ | Vegetable Dalia Pulao recipe - Broken Wheat Vegetable Masala  recipe

દલિયા 
વજન ઘટાડવા માટે તમે નાસ્તામાં દલિયા પણ સામેલ કરી શકો છો. ફાઈબરથી ભરપૂર હોવાથી દલિયા ખાધા પછી તમને જલ્દી ભૂખ લાગતી નથી. આ સાથે તમારા શરીરને એનર્જી આપવાની સાથે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.

કૉર્નફ્લેક્સ 
જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે નાસ્તામાં દૂધ અને કૉર્નફ્લેક્સ પણ ખાઈ શકો છો. કૉર્નફ્લેક્સ ખાવામાં ક્રન્ચી હોય છે, જેના કારણે તે બાળકો અને પુખ્ત વયના લોકો પણ પસંદ કરે છે. કૉર્નફ્લેક્સમાં થાયમીન હોય છે, જે મેટાબોલિક રેટ અને એનર્જી વધારે છે. આ સાથે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ચણાના લોટનો જમવામાં આવી રીતે કરો ઉપયોગ, સટસટ ઉતરશે વજન | follow these besan  recipes for weight loss

ચીલા 
તમે સવારના નાસ્તામાં ચણાના લોટ અથવા ઓટ્સથી બનેલા ચીલા પણ ખાઈ શકો છો. ઘણી બધી શાકભાજી અને મનપસંદ મસાલા સાથે ઓટ્સ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને સ્વાદિષ્ટ ચીલા બનાવો અને તેને ખાઓ. ફાઈબરથી ભરપૂર હોવા ઉપરાંત તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ