બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Health News Dengue Fever In Pregnancy know the risk and dangers

આરોગ્ય ટિપ્સ / પ્રેગ્નન્સીમાં મહિલાઓ સાવધાન! આ બીમારી બની શકે છે હેલ્થ માટે ખતરનાક, જાણો કઇ રીતે સારસંભાળ રાખવી

Arohi

Last Updated: 04:36 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dengue Fever In Pregnancy: દેશભરમાં ડેન્ગ્યુના કેસો ઝડપથી વધી રહ્યા છે. એવામાં આ ગંભીર બિમારીથી બચવા માટે સાવધ રહેવાની જરૂર છે.

  • દેશભરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો 
  • ગર્ભવતી મહિલાઓ રહે સાવધાન 
  • પ્રેગ્નેન્સી માટે ખતરનાક છે ડેન્ગ્યુ

પ્રેગ્નેન્સી એક મહિલાના જીવનમાં ખૂબ જ મહત્વનો સમય છે. આ મહિલા અને તેના બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આ સમયે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હાલ દેશભરમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં ગંભીર બીમારીથી બચવા માટે ડૉક્ટર લોકોને સાવધાન રહેવાની સલાહ આપે છે. 

ખાસ કરીને ત્યારે જ્યારે વાત ગર્ભવતી મહિલાઓની આવે છે. તો જોખમ ખૂબ વધાી જાય છે. ડેન્ગ્યૂ એક ગંભીર બીમારી છે. જે એડીઝ એજિપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. જો યોગ્ય સમય પર તેની સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ખાસકરીને પ્રેગ્નેન્સીમાં આ સંક્રમણ થવા પર સંક્રમણ બાળકોમાં ફેલાઈ શકે છે. એવામાં આ સમયે નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 

ડેન્ગ્યૂથી કઈ રીતે બચવું? 
પ્રેગ્નેન્સી વખતે મોટાભાગે મહિલાઓની ઈમ્યુનિટી કમજોર હોય છે. જેના કારણે તે સરળતાથી બિમાર પડી જાય છે. એવામાં તેમને સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય ભોજનની સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તે હાઈ રિસ્ક વાળી જગ્યાઓ પર જવાથી બચે. 

ડેન્ગ્યુ પર રાખો આ વાતોનું ધ્યાન 
જો કોઈ ગર્ભવતી મહિલાને ડેન્ગ્યૂ છે તો યોગ્ય ભોજન અને હાઈડ્રેશન ખૂબ જ જરૂરી છે. માતા અને બાળકોને સ્વસ્થ્ય રાખવા માટે જરૂરી પોષક તત્વોનું સેવન અને લિક્વિડ ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પ્લેટલેટ લેવલને પણ ઓછા કરી શકે છે. એવામાં અમુક કેસોમાં લોહી ચડવાવવાની જરૂર પણ પડે છે. ત્યાં જ જો પ્રેગ્નેન્ટ મહિલાઓમાં ડેન્ગ્યૂના લક્ષ્ણોની વાત કરીએ તો...

  • તાવ 
  • પેટમાં દુખાવો 
  • માથામાં દુખાવો 
  • ઉલટી 
  • ચક્કર આવવા 

ડેન્ગ્યૂની સારવાર અને રોકવાના ઉપાય 
ડેન્ગ્યૂ તાવ થવા પર યોગ્ય સારવારની સાથે સાથે હાઈડ્રેશન, આરામ અને યોગ્ય પોષણ ખૂબ જ જરૂરી છે. તાવ આવવા પર ડોક્ટર મોટાભાગે પેરાસિટામોલ અને એનએસએઆઈડી આપે છે પરંતુ ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવાઓ ન ખાવી જોઈએ. તમે તેની જગ્યા પર ઠંડા કપડાથી સ્પંચ કરવું અથવા તો ચંદનની પેસ્ટ જેવી નેચરલ રીતે તાવ ઓછો કરી શકે છે. 

બીમારીની જલ્દી જાણકારી મેળવવા અને યોગ્ય મેડિકલ કેરથી ડેન્ગ્યૂથી મૃત્યદર 1% સુધી ઓછો થઈ જાય છે. એવામાં જે ગર્ભવતી મહિલાઓને બાળક જન્મ આપવાના થોડા સમય પહેલા કે બાદમાં ડેન્ગ્યૂ થાય છે તેમને વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે. કારણ કે તે વધારે જોખમી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ