બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Health News add tea in your diet to keep your lungs healthy

એલર્ટ! / પ્રદૂષિત હવાથી શ્વાસ લેવામાં થઇ રહી છે મુશ્કેલી? તો આ 5 પ્રકારની Tea તમારા ફેફસાંને રાખશે સુરક્ષિત

Arohi

Last Updated: 03:47 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air Pollution: દેશના વિવિધ ભાગોમાં વધતા પ્રદૂષણે લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધુ છે. સતત ઝેરી થતી હવામાં હવે શ્વાસ લેવું મુશ્કેલ થઈ ગયું છે. એવામાં જરૂરી છે કે તમે સ્વસ્થ્ય રહેવા માટે પોતાના ફેફસાનું ખાસ ધ્યાન રાખો.

  • સ્વસ્થ્ય રહેવા આ વાતોનું રાખો ધ્યાન 
  • પ્રદુષિત હવામાં શ્વાસ લેવાથી થાય છે નુકસાન 
  • આ ચા પીવાથી સ્વાસ્થ્યને થશે ફાયદો 

વધતા પ્રદૂષણથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ પણ લોકોને સતત માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જોકે વાયુ પ્રદુષણથી બચવા માટે ભોજન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો તમારી ઈમ્યુનિટી મજબૂત છે તો તમે દરેક સીઝનમાં હેલ્ધી રહી શકો છો. 

જો અમે તમને કહીએ કે ચા પીને તમે પોતાની જાતને વધતા પ્રદૂષણ સામે હેલ્ધી રાખી શકો છો તો શું તમે વિશ્વાસ કરશો? અમુક એવી ચા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે તમારૂ સ્વાસ્થ્ય સારૂ કરવાની સાથે જ તમને આ સિઝનમાં ગરમ રાખવામાં પણ મદદ કરશે. 

વાયુ પ્રદૂષણથી કઈ રીતે બચાવે છે ચા? 
સતત વધતા પ્રદૂષણના કારણે ઘણા લોકોને ખાંસી, છીંક, ગળા અને આંખોમાં બળતરાની સમસ્યા થઈ રહી છે. એવામાં આ સમસ્યાથી રાહત મેળવવા માટે ચાનો ઉપયોગ કરી શકો છો. હકીકતે ચામાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાયુ પ્રદૂષણથી થતા ડેમેજથી બચાવે છે. ખાસ પ્રકારે ગ્રીન ટી પીવાના ઘણા ફાયદા છે અને તે તમારા ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે.  

લેમન હની ગ્રીન ટી 
ગ્રીન ટીને લોકો વેટ લોસ માટે પીવે છે પરંતુ શું તમે જાણો છો કો આ તમારા ફેફસા માટે પણ ગુણકારી છે. ખાસ કરીને લીંબુનો રસ અને મધ મિક્ષ કરીને પીવાથી શરીરમાં હાજર બધા ટોક્સિન્સ બહાર નિકળી જાય છે અને આપણે ફેફસાને સંપૂર્ણ રીતે સાફ કરવામાં મદદ કરે છે. 

કેમોમાઈલ ટી 
જો તમે વધતા પ્રદૂષણમાં પોતાને હેલ્ધી રાખવા માંગો છો તો કેમોમાઈલ ટી એક સારો ઓપ્શન સાબિત થશે. તેમાં એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે તમારા ગળામાં સોજા અને દુખાવાને ઓછુ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ટિશૂઝને રિપેર કરવામાં મદદ કરે છે અને ખાંસીને ઓછી કરવા માટે એન્ટીસ્પાસ્મોડિક ક્રિયા આપે છે. 

આદુની ચા 
ચાના શોખીન લોકોને આદુની ચા સૌથી વધારે પસંદ હોય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે તે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે. તેમાં આદુમાં જિંજરોલ નામના એક કમ્પાઉન્ડ હોય છે. જે તમારા શરીર પર એન્ટી-ઈન્ફ્લામેટરી પ્રભાવ છોડે છે. તે પ્રદૂષણના કારણે થતા એયરવેના સોજાને ઓછુ કરવામાં મદદ કરે છે. જ્યારે આદુને ચાની સાથે મિક્સ કરવામાં આવે છે તો તે તમને આખો દિવસ સ્વસ્થ્ય અને ફ્રેશ રાખે છે. 

કહવા કે કશ્મીરી ચા 
કહવા એક પારંપરિક કાશ્મીરી ચા છે. તેમાં કેસર, ઈલાયચી, બદામ અને ગ્રીન ટીના પાન મિક્સ કરીને તૈયાર થાય છે. આ તમને હેલ્ધી બનાવી રાખવાની સાથે જ તમારા શરીરને ગરમી આપે છે અને ખતરનાક પ્રદૂષણોથી તમારા ફેફસાના સ્વાસ્થ્યની રક્ષા કરે છે. 

મસાલા ચા 
શિયાળામાં મસાલા ચા પીવાની એક અલગ જ મજા હોય છે. તેને સામાન્ય રીતે આદુ, તજ, લવિંગ, જાયફળ વગેરેની સાથે બનાવવામાં આવે છે. જે એન્ટી ઈન્ફ્લામેન્ટરી, એન્ટી વાયરલ અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર હોય છે. જે તમારી રેસ્પિરેટરી હેલ્થને સારી બનાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ