બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Health Minister's relief statement regarding the mysterious illness spreading in China
Vishal Khamar
Last Updated: 11:57 PM, 27 November 2023
ADVERTISEMENT
ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ.
ADVERTISEMENT
કોરોના માંડ શાંત પડ્યો ત્યાં હવે ચીનના વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું
HTના અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હોસ્પિટલની તૈયારીઓ મામલે જરૂરી દિશા નિર્દેશ કર્યા છે. વધુમાં ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારી મામલે સરકાર સતત નજર રાખી રહી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે.
હોસ્પિટલમાં સુવિધા મામલે તપાસ
એક બાજુ શિયાળો અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ હોવાથી પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યના સબંધિત વિભાગને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવા પર સતત નિરીક્ષણ કરવા ખાસ જણાવાયું છે. વધુમાં મિશ્રઋતુને ધ્યાને લઇ વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે. બીજી તરફ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કેવી તૈયારી છે.તે પણ જણાવવા કહ્યું છે. હોસ્પિટલમાં બેડ, માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની સુવિધા મામલે પણ જણાવાયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.