બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Health: Do you feel sleepy after eating roti in the afternoon? You can get these 2 dangerous diseases

હેલ્થ ટિપ્સ / જો બપોરે જમ્યા પછી ઉંઘ આવતી હોય તો ચેતી જજો, આ ખતરનાક રોગોનું હોય શકે છે લક્ષણ, આ બાબતોનું ધ્યાન રાખી સાવચેત રહો

Pravin Joshi

Last Updated: 09:55 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ બપોરે રોટલી ખાધા પછી ઊંઘ આવતી હોય તો તે સામાન્ય નથી. જો આવું દર બીજા કે ત્રીજા દિવસે થાય છે, તો તે સંકેત છે કે શરીરમાં ઘણા રોગો વિકાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે આ સમસ્યાનો ઉપચાર કરવો જરૂરી છે.

  • ઘણા લોકોને બપોરે જમ્યા પછી અચાનક ઊંઘ આવે છે
  • જમ્યા પછી ઊંઘ આવવી એ સામાન્ય બાબત નથી
  • આ સુસ્તી શરીરના રોગોની નિશાની  હોય શકે છે

જમ્યા પછી ઊંઘ આવે છે: ઘણા લોકોને બપોરે જમ્યા પછી અચાનક ઊંઘ આવે છે. જો તમે ઘરે હોવ તો આ કોઈ સમસ્યા નથી, પરંતુ જ્યારે તમે ઓફિસમાં કે બહાર હો ત્યારે ઊંઘ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે જમ્યા પછી ઊંઘ આવવી એ સામાન્ય બાબત છે, પરંતુ એવું નથી. આ સુસ્તી શરીરના રોગોની નિશાની છે. ડોકટરોનું કહેવું છે કે કેટલાક લોકોને ખાધા પછી ઊંઘ આવવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે મોટાભાગના લોકોની રોટલી ઘઉંના લોટમાંથી જ બને છે. જો લોટને વધુ પ્રોસેસ કરવામાં આવે તો તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધે છે જેના કારણે શરીરમાં શુગર લેવલ અચાનક વધી જાય છે. જેના કારણે વ્યક્તિ થાકી જાય છે અને ઊંઘ આવવા લાગે છે. જો કોઈ વ્યક્તિને ભોજન કર્યા પછી ઊંઘ આવતી હોય અને આવું દરરોજ થતું હોય તો આ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ. જો આ સમસ્યા ચાલુ રહે તો તેઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તેને સામાન્ય બાબત ગણીને અવગણશો નહીં.

શું રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન વધે છે? જાણો શું કહે છે નિષ્ણાત | Does  eating roti with ghee lead to weight gain? Find out what the experts say

આ બે રોગોનું જોખમ

ડાયાબિટીસ

એક જાણીતા ડોક્ટરે આ મામલે જણાવ્યું હતું કે, રોટલીમાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. કાર્બોહાઇડ્રેટ ટ્રિપ્ટોફન (એમિનો એસિડ) ને શોષવાનું શરૂ કરે છે. તેનાથી શરીરમાં થાક લાગે છે અને ઊંઘ આવે છે. રોટલી ખાધા પછી અમુક લોકોના શરીરમાં શુગર લેવલ અચાનક વધવા લાગે છે જ્યારે શુગર વધી જાય છે ત્યારે આપોઆપ થાક અને ઉંઘ આવવા લાગે છે. દરરોજ શુગર લેવલ વધવું એ ડાયાબિટીસની નિશાની છે. ખાધા પછી ઇન્સ્યુલિન પણ ઝડપથી વધે છે. આના કારણે શરીરના ઊંઘના હોર્મોન્સ સક્રિય થઈ જાય છે. જે ઊંઘનું કારણ બને છે. લોકો માને છે કે ડાયાબિટીસ ઇન્સ્યુલિનના ઓછા ઉત્પાદનને કારણે થાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, ઇન્સ્યુલિનનું ઊંચું ઉત્પાદન પણ ટાઇપ-2 ડાયાબિટીસ સાથે સંબંધિત હોઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ ભૂલથી પણ આ ચીજનું વધારે સેવન ના કરતા! નહીં તો વધી જશે  બ્લડ સુગર | Diabetic patients do not consume too much of this product even  by mistake! Otherwise blood

થાઇરોઇડ

જો તમને ખોરાક ખાધા પછી ઊંઘ આવતી હોય તો તે થાઈરોઈડ રોગનું લક્ષણ પણ હોઈ શકે છે. ઓવરએક્ટિવ અથવા અન્ડરએક્ટિવ થાઇરોઇડ હોર્મોન પણ થાક અને નબળાઈ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં બપોરે ઉંઘ આવવાની સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આ સમસ્યાથી પીડાતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Topic | VTV Gujarati

સાવધાની રાખવી જરૂરી

વધુ એક ડોક્ટરે જણાવ્યું હતું કે, બપોરે જમ્યા પછી ઊંઘ આવવી એ સામાન્ય વાત નથી. જો આ સમસ્યા ચાલુ રહે છે તો તમારે તમારી દિનચર્યામાં ફેરફાર કરવાની જરૂર છે. આ માટે આ 4 વાતોનું ધ્યાન રાખો.

  • રાતની ઊંઘ સારી લો
  • બપોરે હળવું ભોજન કરી શકો
  • તમારા આહારમાં ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો
  • બપોરે ચરબી અને કાર્બોહાઇડ્રેટ ખોરાક ખાવાનું ટાળો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ