બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Health benefits of drinking water after eating vegetables

Health / જમ્યા બાદ તરત પાણી પીવું જોઈએ કે નહીં? જાણી લેજો નહીંતર શરીરમાં ગરબડ પાક્કી, અજમાવો આ રીત

Kishor

Last Updated: 11:10 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોરાક લીધા બાદ પાણી પીવું જોઈએ કે નહીં તે મામલે લોકોમાં મતમતાંતર પ્રવર્તે છે. ત્યારે આ મામલે નિષ્ણાતો દ્વારા દાવો કરાયો છે અને અમુક ખોરાક બાદ પાણી પીવું જોઈએ તો અમુક વાનગીનું સેવન કર્યા બાદ પાણી પીવાનું ટાળવું જોઈએ.

  • પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
  • શાકભાજી ખાધા બાદ પાણી પીવું જોઈએ
  • મસાલેદાર ખોરાક લીધા બાદ ઠંડુ પાણી ક્યારે પીવું ન જોઈએ

માનવ શરીરને ધબકતું રાખવામાં પાણીનું અમૂલ્ય યોગદાન હોય છે અને પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું ખોરાક ખાધા પછી તરત પાણી પીવું જોઈએ તે યોગ્ય છે? જેના જવાબમાં વધુ શાકભાજી ખાધા બાદ પાણી પીવું જોઈએ તો મસાલેદાર ખોરાક લીધા બાદ ઠંડુ પાણી ક્યારે પીવું ન જોઈએ આવો જાણીએ!

શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી  રીત વિશે | When, how much and how to drink water in winter? Learn about the  correct way to drink

જામફળ, કેળા, સફરજન,તરબૂચ ખાધા પછી પાણી પીવું

નિષ્ણાતો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે જો તમે શાકભાજી અને ફળોનો જમવામાં ઉપયોગ કર્યો હોય તો પાણી જમ્યા પછી પાણી પીવું ફાયદાકારક છે. કારણ કે ફળો અને શાકભાજીમાં સામાન્ય રીતે ફાઇબરનું પ્રમાણ હોય છે. જે આપણને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ઝેરી તત્વોને બહાર છોડે છે. આથી પુષ્કળ પાણી પીવાથી પાચનતંત્ર દ્વારા ફાઈબરની હિલચાલ કરવામાં મદદ મળે છે. આથી જામફળ, કેળા, સફરજન,તરબૂચ સહિતના ફળો અને શાકભાજી ખાધા પછી તરત જ પાણીનું સેવન કરવું ફાયદાકારક ગણવામાં આવે છે.

ફ્રિજના ઠંડા પાણીના 5 નુકસાન: જાણી લેશો તો ભરઉનાળે પણ પીવાનું નામ નહીં લો,  હેલ્થ પર પડે છે આવી અસર 5 reasons why you must avoid drinking cold water in  summer

સ્ટાર્ચયુક્ત ખોરાક ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીવું

બીજી બાજુ સ્ટાર્ચથી ભરપૂર ખોરાક ખાધા પછી પાણી ન પીવા અંગે નિષ્ણાંત દ્વારા સલાહ આપવામાં આવે છે. દાવા અનુસાર બ્રેડ, પાસ્તા અને બટાટા જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીવું જોઈએ. વધુ પડતું પાણી સાથે ખોરાક ખાવાથી પણ અપચો થઈ શકે છે. આવો ખોરાક ધીરે ધીરે પચે છે અને જો તેમાં પાણી પીવામાં આવે તો અપચો અને પેટનું ફુલવું એટલે કે ગેસ જેવા લક્ષણો થઈ શકે છે.

પાણી માટે 30 મિનિટનો સમયગાળો લેવો જોઈએ

તે જ રીતે મસાલેદાર ખોરાક ખાધા પછી ઠંડુ પાણી પીવું ન જોઈએ. જો ઠંડુ પાણી પીવામાં આવે તો પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને ઠંડુ પાણી પાચન ક્રિયાને ઝટકો આપી શકે છે. આથી સમયાંતરે પાચન ક્રીયા મંદ પડતી જતી હોય છે અને પોષક તત્વોનું પાચન કરવું મુશ્કેલ બની જાય છે. આથી જમ્યા પછી તરત જ બરફનું ઠંડુ પાણી પીતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટનો સમયગાળો લેવો જોઈએ. અપચાથી દૂર રહેવા માટે જમ્યા પછી થોડી ગરમ હર્બલ ટી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આદુ ફુદીનો અને કોમોમાઇલ જેવી અને અનેક ઔષધીમાંથી બનતી ચા તમારા પાચનતંત્રને શરુ રાખી શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ