બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of drinking lemon water to reduce belly fat and increase blood in body

તમારા કામનું / મોટાપો દૂર કરવાનો રામબાણ ઈલાજ, બસ ખાલી પેટ એક વસ્તુ પીવાની પાડી દો ટેવ, વજન ઓછું અને વધશે લોહી

Manisha Jogi

Last Updated: 04:51 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારના સમયે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. અનેક લોકો સવારે ફળનું સેવન કરો છો, તો અનેક લોકો સવારે ઉઠીને પાણીનું સેવન કરે છે. સવારે ઉઠ્યા પછી લીંબુ પાણી પીવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે.

  • સવારની શરૂઆત હંમેશા પૌષ્ટિક ભોજન સાથે કરવી
  • લીંબુ પાણી પીવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે
  • વજન ઓછું કરવા નિયમિતરૂપે લીંબુ પાણીનું સેવન કરવું 

સવારની શરૂઆત હંમેશા પૌષ્ટિક ભોજન સાથે કરવી જોઈએ. સવારના સમયે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. અનેક લોકો સવારે ફળનું સેવન કરો છો, તો અનેક લોકો સવારે ઉઠીને પાણીનું સેવન કરે છે. સવારે ઉઠ્યા પછી લીંબુ પાણી પીવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, ઈ થિયામિન, નયાસિન, રિબોફ્લોવિન, વિટામીન બી-6 હોય છે.
 
લીંબુ પાણીના ફાયદા

  • વજન ઓછું કરવા માટે દરરોજ સવારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર વીકળી જાય છે, જેથી વજન ઓછું થાય છે. એક્સ્ટ્રા ફેટ બર્ન થાય છે અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. 
  • લીંબુ પાણીમાં ભરપૂર મત્રામાં વિટામીન અને ફાઈબર હોય છે, જેથી પાચન યોગ્ય પ્રકારે થાય છે. આ કારણોસર લીંબુ પાણીનું સેવન કરવાથી અપચો તથા અન્ય પેટ સંબંધિત સમસ્યા દૂર થાય છે.
  • લીંબુ પાણીમાં ભરપૂર મત્રામાં પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે, બ્લડપ્રેશરના દર્દીઓ માટે લીંબુ લાભદાયી છે. BPના દર્દીઓએ દરરોજ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.
  • લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર વધે છે. એન્ટીઓક્સિડેન્ટ, વિટામીન બી, પોટેશિયમ જેવા પોષકતત્ત્વોથી લોહીમાં વૃદ્ધિ થાય છે. એનીમિયાના દર્દીઓએ લીંબુ પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ. 
  • લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. લીંબુ પાણી પીવાથી ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. નિયમિતરૂપે લીંબુ પાણીનું સેવન કરવાથી સર્દી, ખાંસી, તાવ જેવી બિમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ