બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health add these fruits in your diet to increase your eyesight

હેલ્થ ટિપ્સ / આંખોની રોશની વધારવી છે? તો આજથી જ ખાવાનું શરૂ કરો આ ફ્રૂટ્સ ને જુઓ પછી

Arohi

Last Updated: 02:05 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diet To Increase Eyesight: સતત લેપટોપ પર કામ કરવા અને મોબાઈલનો ઉપયોગ કરવાથી તમારી આંખોમાં બળતરા થવાની સમસ્યા થાય તો તેને ઈગ્નોર કરવાની ભૂલ બીલકુલ ન કરો. આંખ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાને નજરઅંદાજ કરવાથી આંખની રોશની જઈ શકે છે.

  • નજરઅંદાજ ન કરો આંખની સમસ્યા 
  • નહીં તો હંમેશા માટે જઈ શકે છે આંખની રોશની
  • આજથી જ ખાવાનું શરૂ કરો આ ફ્રૂટ્સ

આજકાલ લોકો લેપટોપ અને મોબાઈલનો ખૂબ જ વધારે ઉપયોગ કરે છે. એવામાં આંખો પર એક્સ્ટ્રા પ્રેશન પડે છે. ડ્રાઈનેસ વધે છે. આંખોથી ક્લિયર દેખાતું નથી. બાળકો પર ઓછી ઉંમરમાં આંખ સાથે જોડાયેલી સમસ્યાઓથી પરેશન છે.

આંખને હેલ્ધી રાખવા માટે ડાયેટ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વિટામિન એ, સી અને ઈ આંખોની હેલ્થને મેન્ટેન રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ તે ફળો વિશે જેમાંથી બધા વિટામિન્સ હાજર હોય છે. 

પિચ 
પિચનું સેવન આંખોની હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં બીટા કેરોટીન હોય છે. તેના ઉપરાંત પિચ ફાઈબર, વિટામિન સી, ઝિંક, કોપર જેવા પોષક તત્વોની માત્રા માટે પણ હોય છે જે આંખોના રેટિના માટે સારૂ હોય છે. 

પપૈયુ 
પપૈયુ ઘણા મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ઝાઈમનો ખજાનો છે જે આંખો સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર રાખે છે. તેમાં ખાવાથી આંખની રોશની વધે છે. વધતી ઉંમરમાં પણ તે હેલ્ધી રહે છે. 

કેરી 
કેરીમાં વિટામિન એ અને વિટામિન ઈ મળી આવે છે. જ્યાં વિટામિ એ તમારી આંખોની સપાટી પર થતા ઈન્ફેક્શન અને બેક્ટેરિયાને હટાવવાનું કામ કરે છે. તો ત્યાં જ વિટામિન ઈ આંખોની રોશનીમાં સુધાર કરે છે. 

વિટામિન ઈ એક એન્ટીઓક્સીડેન્ટ પણ છે. જે ફ્રી રેડિકલ્સથી આંખોને થતા ડેમેજિંગથી બચાવે છે. વિટામિન એની કમી આંખોમાં ડ્રાઈનેસ અને ઝાંખુ દેખાવવાનું કારણ બની શકે છે. 

ગાજર 
ગાજર વિટામિન એ અને બીટા કેરોટીનનો યોગ્ય સ્ત્રોત છે. જે આંખોની રોશની વધારવા માટે જરૂરી છે. તેના ઉપરાંત ગાજર બીટા કેરાટીન, ફાઈબર, વિટામિન K1, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂક હોય છે. જે આંખોને હેલ્ધી બનાવી રાખવા માટે જરૂરી છે. સાથે જ ઓક્સીડેટિવ સ્ટ્રેસના કારણે આંખોને થતા નુકસાનથી બચાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ