બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / He will come home pretending to be a government official and.., be careful or you won't be anywhere

બચજો / છેતરપિંડીના નવા કીમિયાથી સાવધાન.! સરકારી અધિકારીનો ઢોંગ રચી ઘરે આવશે અને..,સતર્ક રહેજો નહીંતર ક્યાંયના નહીં રહો

Vishal Khamar

Last Updated: 03:07 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજબરોજ અવનવા સમાચાર સામે આવતા હોય છે. જેમાં સોશિયલ મીડિયામાં પર આ પ્રકારના મેસેજ જોવા મળતા હોય છે. આવો જ એક મેસેજ વાયરલ થયો છે કે,જેમાં લોકો સાથે ઠગાઈ કરવા સરકારી અધિકારીનો ઢોંગ કરી અને લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે.

  • સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો 
  • સરકારી અધિકારીનો ઢોંગ કરી લોકોનાં ઘર સુધી પહોંચી રહ્યા છે ઠગ
  • આ મેસેજને લઈ સોસાયટીનાં રહીશો એકદમ સતર્ક

તાજેતરમાં અવનવી મોડેસ ઓપરેન્ડી સામે આવી રહી છે. જેના કારણે લોકોની સાથે ઠગાઈ થતી હોય છે. આવો જ એક મેસેજ વાયરલ થયો છે જેમાં સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ઘરે-ઘરે જઈને જૂથ. તેમની પાસે ગૃહ વિભાગના દસ્તાવેજો અને લેટરહેડ છે અને તેઓ પુષ્ટિ કરવા માટે દાવો કરે છે. જેમાં  આગામી વસ્તી ગણતરી માટે દરેક પાસે માન્ય ઓળખ કાર્ડ છે. તેઓ ઘરે જઈને. પ્રજાને ભોળવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

એક થી ચારમાં કોઈપણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવતી નથીઃયોગેશ્વર હોમ ફ્લેટ
વાયરલ મેસેજ અંગે ન્યુ રાણીપમાં આવેલી યોગેશ્વર હોમ ફ્લેટમાં એક મહિલા સોસાયટીના આગેવાને મેસેજ બાબતે તેમણે કહ્યું કે, આ પ્રકારનો મેસેજ એક અઠવાડિયાથી અમે જાણીએ છીએ. આ પ્રકારના મેસેજ પહેલાથી જ સાવતેજ જ છીએ. અમારી સોસાયટીમાં નિયમ જ છે કે એક થી ચારમાં કોઈપણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવતી નથી. કોઈના ઓળખીતા કે સગા હોય તે સિક્યુરિટી જાણ કરે. ત્યારબાદ અંદર પ્રવેશ આપવામાં આવે છે. જેથી કરીને સોસાયટીમાં બપોરના સમયે એકલી મહિલાઓને મુશ્કેલી ન વેઠવી પડે. 

અવલ એન્કલેવમાં આ પ્રકારનાં મેસેજથી રહીશો સતર્ક જોવા મળ્યા
થલતેજના અવલ એન્કલેવમાં સોસાયટીના રહીશો તેમજ સોસાયટીના ચેરમેનને વાયરલ મેસેજ વિશે વાત કરી તો તેઓ આ પ્રકારના વાયરલ મેસેજ થી જાણકાર હતા. જે અંગે તેઓ ખૂબ જ સતર્ક જોવા મળ્યા. 

આ પ્રકારના વાયરલ મેસેજ કે સરકારના નિયમો અંગે આવાસમાં રહેતા લોકોને અવગત કરીએ છીએઃહિંમત કાતરીયા
ગોતા ગુજરાત હાઉસિંગના મકાનના ચેરમેન હિંમત કાતરીયાએ વાયરલ મેસેજ અંગે જણાવ્યું હતું કે, અમારે ત્યાં સોસાયટીની એપ્લિકેશન છે. જે આધારે આવાસમાં મકાનોમાં પ્રવેશ આપવામાં આવશે છે. રહી વાત વાયરલ મેસેજ અંગેની તો અમે વારંવાર આ પ્રકારના વાયરલ મેસેજ કે સરકારના નિયમો અંગે આવાસમાં રહેતા લોકોને અવગત કરીએ છીએ. 

ખૂબ વાયરલ થયેલા આ મેસેજ અમદાવાદમાં રાણીપ હોય ગોતા હોય કે થલતેજ વિવિધ સોસાયટીમાં લોકો સુધી પહોંચી ચૂક્યો છે. આ પ્રકારના મેસેજને ધ્યાનમાં રાખીને લોકો પણ જાગૃત બન્યા છે. ત્યારે આપણે પણ આશા રાખીએ કે શહેરીજનો સતર્ક રહે અને ઠગાઈ કરતા લોકોની ચપેટમાં ન આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ