બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / hast rekha shastra from the age of a person to the cause of death these 4 lines

હસ્તરેખા શાસ્ત્ર / વ્યક્તિની ઉંમરથી લઇને મૃત્યુ સુધીનું કારણ દર્શાવે છે આ 4 હસ્તરેખા, જાણો કઇ રીતે

Bijal Vyas

Last Updated: 05:03 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હસ્તરેખાની સહાયતાથી કોઇ વ્યક્તિના ચરિત્ર લક્ષણ, સ્વાસ્થ્ય, ધન, જ્ઞાન, કરિયર, વિવાહ અને અનેક પહેલાઓ વિશે ભવિષ્યવાણી કરી શકાય છે.

  • ભાગ્ય રેખા ધરાવતા વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા અને ઊંચા પદ મેળવે છે
  • મસ્તિષ્ક રેખા કે જ્ઞાન રેખા હથેળીની મહત્વપૂર્ણ રેખા છે
  • હૃદય રેખા જેને પ્રેમ રેખા પણ કહેવામાં આવે છે 

Hast Rekha Shastra: જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખા વિજ્ઞાનને ખુબ જ મહત્વ આપવા આવ્યું છે. હસ્તરેખાની સહાયતાથી કોઇ વ્યક્તિના ચરિત્ર લક્ષણ, સ્વાસ્થ્ય, ધન, જ્ઞાન, કરિયર, વિવાહ અને અનેક પહેલાઓ વિશે ભવિષ્યવાણી કરી શકાય છે. આ રેખાઓમાં 4 રેખાઓ એવી હોય છે. જેનાથી હસ્તરેખા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ રેખાઓ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે ખૂબ જ જાણકારી આપે છે. તેવામાં આવો જાણીએ આ રેખાઓ વિશે વિગતે...

ભાગ્ય રેખાઃ ભાગ્ય રેખા લોકોની હથેળીની વચ્ચે લંબાઇમાં હોય છે. જો આ સ્પષ્ટ, સાફ અને ઊંડી હોય અને મણિબંધથી શરુ થઇને શનિ પર્વત સુધી જાય તો વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા અને ઊંચા પદ મેળવે છે. 

જો તમારી હથેળીમાં છે આ રેખાઓ અને નિશાનીઓ તો તમને સત્તાની ખુરશી પર બેસતા કોઈ  નહીં રોકી શકે | vastu tips hastrekha Astro News

જીવન રેખાઃ આ રેખા મણિબંધ કે તેની પાસેથી નીકળીને અંગૂઠા અને તર્જનીની વચ્ચેથી હથેળીના કિનારાને અડે છે. તેનાથી વ્યક્તિની ઊંમર, મૃત્યુનું કારણ, જીવનમાં આવનારા મોટા સંકટ કે દુર્ઘટના વિશે જાણકારી મળી શકે છે. 

મસ્તિષ્ક રેખાઃ મસ્તિષ્ક રેખા કે જ્ઞાન રેખા હથેળીની મહત્વપૂર્ણ રેખા છે. તર્જની અને અંગૂઠાની વચ્ચેથી શરુ થઇને હથેળીના બીજા ભાગ તરફ જનારી રેખાને મસ્તિષ્ક રેખા કહે છે. આ રેખા વ્યક્તિની બુદ્ધિમત્તા, માનસિક સ્થિતિ અને તેમના વિચાર વિશે જણાવે છે. 

જો તમારી હથેળીમાં છે આ રેખાઓ અને નિશાનીઓ તો તમને સત્તાની ખુરશી પર બેસતા કોઈ  નહીં રોકી શકે | vastu tips hastrekha Astro News

હૃદય રેખાઃ હૃદય રેખા જેના પ્રેમ રેખા પણ કહેવામાં આવે છે. આ રેખા સૌથી નાની આંગળીની નીચેથી શરુ થઇને તર્જની આંગળીની નીચે આવે છે. હૃદય રેખા સામાન્ય રીતે પ્રેમના પ્રતિ વ્યક્તિના દ્રષ્ટિકોણને દર્શાવે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ