બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Harsh Sanghvi sued Congress leader Shailesh Parmar in the House of Assembly
Vishal Khamar
Last Updated: 07:54 PM, 21 February 2024
તા. 1 લી ફેબ્રુઆરીથી શરૂ થયેલ વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો છે. વિધાનસભાના ગૃહમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ નેતા શૈલેષ પરમારને લઈ દાવો કર્યો હતો. શૈલેષ પરમાર ભાજપની વિચારધારાવાળા હોવાનો દાવો કર્યો હતો. તેમજ શૈલેષ પરમારના મનમાં ભાજપનાં વિચારો છે.
ADVERTISEMENT
તમારા વિચારો તો ભાજપ તરફ છે:હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કરેલ દાવાનો જવાબ શૈલેષ પરમારે જવાબ આપ્યો હતો કે, મારા ડીએનએમાં કોંગ્રેસ છે. હું કોંગ્રેસની સાથે જ છું. એટલે જ સામે બોલું છું. શૈલેષ પરમારના જવાબ સામે હર્ષ સંઘવીનો એક જ રાગ છે. તમારા વિચારો તો ભાજપ તરફ છે.
ADVERTISEMENT
ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓની ભરતી કરાશેઃ હર્ષ સંઘવી
રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટક, મિકેનિક સહિતનાં કર્મચારીઓ સહિત 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરાશે. તેમજ ચાલુ વર્ષેનાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
વધુ વાંચોઃ આવતીકાલે PM મોદી વતનમાં: ગુજરાતને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, જુઓ કયા કયા
એસ.ટી.નિગમ નુકશાનીમાંથી નફામાં આવ્યુંઃ હર્ષ સંઘવી
તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સત્ય બહાર આવશે ? / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.