બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya wedding: Hardik Pandya and Natasha will get married on Valentine's Day, leaving for Udaipur

Hardik Pandya-Natasha Wedding / Valentine Dayના દિવસે આજે હાર્દિક-નતાશા પ્રભુતામાં પગલા પાડશે, ઉદયપુરમાં ભવ્ય તૈયારીઓ

Megha

Last Updated: 10:19 AM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ઉદયપુરમાં વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

  • હાર્દિક પંડ્યા આજે કરવા જઈ રહ્યો છે લગ્ન 
  • હાર્દિક-નતાશાના લગ્નમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ હાજરી આપશે
  • હાર્દિક પંડ્યા અને તેમના પરિવારના વાયરલ થયા વિડીયો 

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર અને ભારતીય યુવા ક્રિકેટ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર લગ્ન કરી રહ્યો છે. હાર્દિક તેની પત્ની નતાશા સાથે ઉદયપુરમાં સાત ફેરા લેવા જઈ રહ્યો છે. હાર્દિક અને નતાશાએ લગ્ન માટે વેલેન્ટાઈન ડે પસંદ કર્યો હતો. જો કે લગ્નના ફંક્શન ક્યાં થશે તે હજુ સુધી જાહેર થયું નથી. લગ્ન સ્થળને અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક-નતાશાના લગ્નમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ હાજરી આપશે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ઉદયપુરમાં વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે તેની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પરિવાર સાથે ઉદયપુર જતા જોવા મળી રહ્યા છે.

આ ખેલાડીઓ પણ પંહોચ્યાં ઉદયપુર 
હાર્દિક પંડયાના લગ્નમાં હાજરી આપવા માટે નવપરણિત કપલ્ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પણ ઉદય પંહોચી ગયા છે. આ સાથે જ કિંગ કોહલી પણ અનુષ્કા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ઇશાન કિશન પણ એમના લગ્નમાં હાજરી આપવા માટે ઉદયપુર પંહોચી ગયા છે. 

હાર્દિક પંડયા કરવા જઈ રહ્યા છે લગ્ન 
ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં બ્રેક પર છે. એવામાં હાલ મળતી એક રિપોર્ટ મુજબ ક્રિકેટર હાર્દિક પંડ્યા(Hardik Pandya) અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasha stankovic)વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં ફરી લગ્ન કરવા જઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલ આ કપલ એક બાળક અગસ્ત્યના માતા-પિતા પણ છે.  હાર્દિક પંડ્યા અને નતાશા ફરીથી એકબીજા સાથે 14 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંનેના લગ્નનો ભવ્ય સમારોહ ઉદયપુરમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16 સુધી ચાલશે.

પહેલા લગ્ન વર્ષ 2020માં કર્યા હતા 
હાર્દિક અને નતાશા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનેએ જાન્યુઆરી 2020માં સગાઈ કરી હતી. આ પછી મે 2020 માં બંનેએ નજીકના સંબધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા, જો કે ત્યારથી બંનેના મનમાં ભવ્ય લગ્નની ચર્ચા હતી. આખરે બંને હવે પોતાનું સપનું પૂરું કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ બંનેના લગ્નની તમામ વિધિ ઉદયપુરમાં હલ્દી, મહેંદી જેવા કાર્યક્રમો સાથે પૂર્ણ કરવામાં આવશે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નની તૈયારીઓ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થઈ હતી.

સગાઈ પછી કરી હતી પ્રેગ્નન્સીની જાહેરાત 
જણાવી દઈએ કે બંનેએ જાન્યુઆરી 2020માં સગાઈ બાદ જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ પછી જુલાઈ 2020 માં તેઓ એક પુત્રના માતાપિતા બન્યા. એ સમયે હાર્દિકે ટ્વીટર પર નાના પુત્રની આંગળી પકડીને એક તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. આ સાથે જ નતાશા તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર હાર્દિક અને પુત્ર સાથેની તસવીરો શેર કરતી રહે છે. હાલ બીજા લગ્નના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો તેમના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ