બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya started Brisk Workout after recovering from the injury

ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડયાનું ફરી ક્યારે વેલકમ? હાર્ડ વર્ક કરતો વીડિયો કર્યો પોસ્ટ, BCCI સ્પેશિયલ પ્લાન અનુસર્યો

Vaidehi

Last Updated: 04:53 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાં વાપસી માટે જોરદાર મહેનત કરી રહ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો જેમાં તેઓ વર્કઆઉટ કરતાં દેખાઈ રહ્યાં છે.

  • હાર્દિક પંડ્યા ધીમે-ધીમે થઈ રહ્યાં છે રિકવર
  • પંડ્યાએ ઈંસ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો
  • વીડિયોમાં તેઓ જોરદાર વર્કઆઉટ કરતાં દેખાયા

હાર્દિક પંડ્યાની વાપસી:  હાર્દિક પંડ્યા ઈન્જરી બાદથી ટીમ ઈન્ડિયાથી બહાર થયાં હતાંય સ્ટાર ઑલરાઉંડર વર્લ્ડ કપ 2023 માં મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયાં હતાં જે બાદ તેઓ ટૂર્નામેન્ટમાં વાપસી નહોતા કરી શક્યાં. હવે પંડ્યા પોતાની વાપસીને લઈને તનતોડ મહેનત કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટસ્ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને નેશનલ ક્રિકેટ એકેડેમીએ હાર્દિક માટે 18 અઠવાડિયાનો સ્પેશિયલ પ્લાન બનાવ્યો છે જેમાં દરરોજ તેમનું આંકલન કરવામાં આવશે.

18 અઠવાડિયાનો પ્લાન
હાર્દિક પંડ્યાએ આજે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ અલગ-અલગ પ્રકારનાં વર્કઆઉટ્સ કરતાં દેખાઈ રહ્યાં છે. જો કે 18 અઠવાડિયા સુધી હાર્દિક પંડ્યા ટીમમાં વાપસી નહીં કરી શકે કારણકે તેમને BCCI દ્વારા તૈયાર કરવામાં આવેલો પ્લાન પૂરો કરવો પડશે. પણ તેમની વાપસીને લઈને અત્યાર સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી. 

વાપસીને લઈને તૈયારીઓ ચાલુ
હાર્દિક પંડ્યાનાં લેટેસ્ટ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેઓ ધીરે-ધીરે રિકવર થઈ રહ્યાં છે અને વર્કઆઉટ કરીને પોતાની બોડીને ફરી કેપેબલ બનાવી રહ્યાં છે. બાંગ્લાદેશની સામે થઈ રહેલી વર્લ્ડકપ 2023ની મેચ દરમિયાન ભારતીય ટીમનાં ખેલાડી હાર્દિક પંડ્યાને બોલિંગ કરતાં સમયે ઈજા થઈ હતી. પગમાં ઈજા થતાં તેઓ આગળની ટૂર્નામેંટ નહોતા રમી શક્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ