બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya Injury if out of world cup 2023 this players get chance

ક્રિકેટ / હાર્દિક પંડ્યા ઘાયલ: જો ટીમમાંથી બહાર થયા તો આ 4માંથી એક ખેલાડીને મળી શકે મોકો, બે તો ધોનીની ટીમમાં હતા ખાસમખાસ

Arohi

Last Updated: 11:32 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Pandya Injury: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પોતાની ચોથી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી. વિરાટ કોહલી સેન્ચુરી લગાવીને અણનમ રહ્યા. જોકે મેચ વખતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા છે.

  • મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત 
  • ટીમની બહાર થાય તો આ ખેલાડીને મળે મોકો 
  • બે તો ધોનીની ટીમમાં હતા ખાસમખાસ

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા ખૂબ જ સારૂ પ્રદર્શન કરી રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પોતાની ચોથી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી. વિરાટ કોહલી સેન્ચુરી લગાવીને અણનમ રહ્યા પરંતુ મેચ વખતે હાર્દિક પંડ્યાને ઈજા પહોંચી છે. ટૂર્નામેન્ટની આવનારી મેચોમાં તે રમી શકશે કે નહીં તેને લઈને હજુ કંઈ સ્પષ્ટ નથી. 

રિપોર્ટ્સના આધારે લેવાશે નિર્ણય 
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના મોટા ખેલાડીઓમાંથી એક છે. વનડે અને ટી20 ક્રિકેટમાં તે ટીમનો મહત્વનો ભાગ રહ્યા છે. આ કારણે છે કે તે હજુ ટેસ્ટ ટીમથી દૂર છે. હાર્દિકની ઈજાને લઈને બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે તે તેમને સ્કેન માટે મોકલવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ્સના આધારે નિર્ણય લેવામાં આવશે. 

પંડ્યા લિટન દાસના શૉટને રોકવાના ચક્કરમાં ઈજાગ્રસ્ત થયા છે. હવે પ્રશ્ન થાય છે કે જો હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપ 2023ની બીજી મેચ ન રમી શક્યા તો કોને ટીમમાં જગ્યા મળશે? આ રેસમાં અક્ષર પટેલથી લઈને દિપક ચાહર સુધી ઘણા લોકો શામેલ છે. ચાહર એમએસ ધોનને આઈપીએલ ટ્રોફી પણ આપાવી ચુક્યા છે. તે ટી20 ઈન્ટનેશનલમાં ભારતની તરફથી હૈટ્રિક લેનાર પહેલા મેંસ ક્રિકેટર છે. 

 

આ ખેલાડીઓને મળી શકે છે મોકો 
વર્લ્ડ કપ 2023 માટે સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં જગ્યા મળી હતી. પરંતુ તે એશિયા કપ 2023 વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ ઓફ સ્નિર આર અશ્વિનને ટીમમાં શામેલ કરવામાં આવ્યા. એવામાં પંડ્યા બહાર થાય તો અક્ષર પટેલને ટીમમાં જગ્યા મળી શકે છે. 

હાર્દિક પંડ્યાની જગ્યા પર ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર દીપક ચાહર અને શિવમ દુબેને પણ મોકો મળી શકે છે. બન્ને ખેલાડી આઈપીએલ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતા અને એમએસ ધોનીને IPLની 5મી ટ્રોફી અપાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ