બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Hanumanbaba's 108 feet heighted statue will be made in shrinathji

હનુમાન જ્યંતિ 2023 / પવનપુત્રની 108 ફૂટની પ્રતિમા બનશે: શ્રીનાથજીની 'ભક્તિ' કરતાં હોય તેવા સ્વરૂપમાં દર્શન આપશે હનુમાનજી, જાણો ખાસિયત

Vaidehi

Last Updated: 06:54 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીનાથજીનાં દર્શન કરતી હનુમાનદાદાની 108 ફુટ ઊંચી પ્રતિમા માટે આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. 21 પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચા દ્વારા ભવ્ય ભૂમિપૂજન સમાપ્ત.

  • શ્રીનાથજીમાં ભગવાનનાં દર્શન કરતી હનુમાનજીની મૂર્તિ
  • શ્રીવિશાલ બાવાનાં હસ્તે કરવામાં આવ્યું ભૂમિપૂજન
  • 108 ફૂટ ઊંચી તૈયાર થશે આ હનુમાનદાદાની પ્રતિમા

નિકુંજ નાયક પ્રભુ શ્રીનાથજીની ધરતી પર આજે એટલે કે 6 એપ્રિલ 2023નાં હનુમાન જ્યંતિનાં વિશેષ અવસર પર પુષ્ટિમાર્ગીય પ્રધાન પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીનાં તિલકાયત સુપુત્ર યુવરાજ શ્રી વિશાલ બાવાનાં કરકમળથી ગિરિરાજ પર્વતનાં શિખર પર સ્થાપિત થનારી પવનપુત્ર રામ ભક્ત હનુમાનજીની અલૌકિક 108 ફીટ ઊંચી પ્રતિમા અને હાથ જોડી પ્રભુ શ્રીનાથજીનાં દર્શન કરતી પ્રતિમાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે
આ પ્રતિમા તિલકાયત શ્રીની આજ્ઞા તેમજ શ્રી વિશાલ બાવાની પ્રેરણાથી મુંબઈનાં વૈષ્ણવ શ્રી ગિરીશભાઈ શાહ દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિ 15 ફૂટનાં આધાર પર 108 ફૂટ ઊંચી છે અને દક્ષિણમુખ તરફ હાથ જોડી પ્રભુ શ્રીનાથજીનાં દર્શન કરતી બનશે. તેના મૂર્તિકાર શ્રી નરેશ કુમાવત છે કે જેમણે નાથદ્વાર સ્થિત વિશ્વાસ સ્વરૂપમ શિવ પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. હનુમાન જ્યંતિનાં વિશેષ અવસર પર શ્રી વિશાલ બાવાએ 21 પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તેમજ વિધિ વિધાન દ્વારા ભૂમિ પૂજન કર્યું.

શ્રીનાથજીનાં દર્શન કરતી પ્રતિમાનું ભૂમિપૂજન

પુષ્ટિમાર્ગ અને હનુમાનદાદાનાં ગાઢ સંબંધ વિશે જણાવ્યું
આ અવસર પર શ્રી વિશાલ બાવાએ શ્રી હનુમાનજી પ્રભુનાં પુષ્ટિમાર્ગની સાથે કેવી રીતે તેમનો ગાઢ સંબંધ છે તે જણાવતા પ્રવચનમાં કહ્યું કે પુષ્ટિમાર્ગ તત્વસુખમો માર્ગ છે જેમાં સેવકનું માત્ર એક જ ધ્યેય હોય છે કે સ્વામીને સુખ પહોંચાડવું. શ્રી હનુમાનજીની ભક્તિમાં પણ આ દર્શનીય ભાવ છે જે પુષ્ટિ દર્શાવે છે. શ્રી હનુમાનજીનાં ચરિત્રનું વિસ્તૃત અધ્યનન કરીએ
તો કહી શકાય છે કે તમે પુષ્ટિ ભક્ત સમાન જ છે. સ્વામીને સમર્પિત મર્યાદા ભક્ત માત્ર એટલા માટે જ કહેવામાં આવે છે કારણકે તેમણે પોતાના પ્રભુની ભક્તિ મર્યાદા પુરુષોતમનાં સ્વરૂપમાં જ કરી છે. પુષ્ટિ માર્ગમાં હનુમાનજીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે .

રાજસ્થાનમાં વિશ્વની સૌથી ઊંચી શિવજીની મૂર્તિ તૈયાર 

રાજસ્થાનમાં વિશ્વની સૌથી ઊંચી શિવની મૂર્તિ તૈયાર થઈ ચૂકી છે. 369 ફૂટની મૂર્તિનું લોકાર્પણ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી થશે, જેને લઈ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. 9 દિવસ સુધી ચાલનાર આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે. આ મૂર્તિ નાથ દ્વારમાં તૈયાર થઈ ચૂકી છે. પ્રતિમાના લોકાર્પણને લઈને સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું કે વિશ્વની સૌથી ઊંચી શિવ મૂર્તિ  'વિશ્વાસ સ્વરૂપમ' તરીકે ઓળખાશે. પહેલા આ મૂર્તિ 351 ફૂટ સુધીની હતી, ત્યાર બાદ મહાદેવે ગંગાને જટામાં મૂક્યા બાદ શિવ પ્રતિમા 18 ફૂટથી ઊંચી થઈને 369 ફૂટ થઈ ગઈ. જે વિશ્વમાં અનન્ય છે. મદન પાલીવાલે જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં 9 દિવસ સુધી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોરારિ બાપુની 9 દિવસીય રામ કથાનો ઉમેરો કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ