બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Hamas's control over Gaza is over after 16 years: Israel's defense minister claims

Israel Hamas War / 'ગાઝા પર 16 વર્ષ બાદ હમાસનું નિયંત્રણ ખતમ', આતંકીઓએ દક્ષિણ તરફ દોટ મૂક્યાનો ઈઝરાયલના રક્ષામંત્રીનો દાવો

Priyakant

Last Updated: 09:22 AM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News: ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેની લડાઈ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી, હમાસે ગાઝામાં નિયંત્રણ ગુમાવી દીધું: ઇઝરાયલ

  • ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ 
  • યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો સૌથી મોટો દાવો 
  • હમાસે ગાઝામાં નિયંત્રણ ગુમાવી દીધું: ઇઝરાયલ 

Israel Hamas War Latest News : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેની લડાઈ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે. આ દરમિયાન ઈઝરાયલના રક્ષા મંત્રીએ સોમવારે દાવો કર્યો હતો કે, હમાસે ગાઝામાં નિયંત્રણ ગુમાવી દીધું છે. આ દાવો પેલેસ્ટિનિયન જૂથે ઈઝરાયલ પર 'સરપ્રાઈઝ' હુમલો કર્યો અને 500થી વધુ રોકેટ છોડ્યાના એક મહિના બાદ આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહીમાં ભારે બોમ્બમારો કર્યો હતો.

એક ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કોઈ પુરાવા આપ્યા વિના કહ્યું કે, હમાસ ગાઝા પર નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે. આતંકવાદીઓ દક્ષિણ તરફ ભાગી રહ્યા છે. નાગરિકો હમાસના ટાર્ગેટને લૂંટી રહ્યા છે. ગેલન્ટે ઇઝરાયલના મુખ્ય ટીવી સ્ટેશનો પર પ્રસારિત વિડિઓમાં જણાવ્યું હતું કે, નાગરિકો હવે સરકાર પર વિશ્વાસ કરતા નથી.  

તાજેતરના ઇઝરાયેલના ડેટા અનુસાર 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલની સરહદ પાર કર્યા પછી અત્યાર સુધીનું સૌથી લોહિયાળ ગાઝા યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટાભાગના નાગરિકો હતા અને લગભગ 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસ શાસિત ગાઝા પટ્ટીના નાયબ આરોગ્ય પ્રધાન યુસુફ અબુ રિશે જણાવ્યું હતું કે, ઉર્જાની અછતને કારણે પ્રદેશના ઉત્તરમાં તમામ હોસ્પિટલો પડી ભાંગી હતી. અબુ રિશે જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં સાત અકાળ બાળકો અને 27 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ગાઝા લગભગ સંપૂર્ણ ઇઝરાયલી ઘેરા હેઠળ છે અને ખોરાક, ઇંધણ અને અન્ય મૂળભૂત પુરવઠાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. પેલેસ્ટિનિયન વડાપ્રધાન મોહમ્મદ શતયેહે સોમવારે યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર પાસેથી ગાઝાને 'પેરાશૂટ સહાય' માટે હાકલ કરી હતી. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકન મીડિયાને જણાવ્યું હતું કે, ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવા માટે કરાર થઈ શકે છે, પરંતુ તેમણે યોજનાની સંભવિત નિષ્ફળતાના ડરથી વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ