બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Hamas Navy Force Commander Killed in Israel Air Strike

Israel-Hamas War / ઈઝરાયલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર, દરિયાઇ હુમલામાં હતો માસ્ટર માઇન્ડ

Priyakant

Last Updated: 01:59 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War Latest News: ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલ પહેલા ઈઝરાયલે હમાસને વધુ એક મોટો ઝટકો, એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

  • ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલ પહેલા ઈઝરાયલે હમાસને વધુમોટો ઝટકો
  • IDF યુદ્ધ વિમાનોએ ખાન યુનિસમાં નેવી ફોર્સ કમાન્ડર ઠાર કર્યો 
  • યુદ્ધ પૂરું થયું નથી, ગાઝામાં અમારું લશ્કરી ઓપરેશન વધુ તીવ્ર બનશે: ઈઝરાયલ

Israel-Hamas War : ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલ પહેલા ઈઝરાયલે હમાસને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. વાત જાણે એમ છે કે, IDF યુદ્ધ વિમાનોએ ખાન યુનિસમાં હમાસ નૌકા દળોના કમાન્ડર અમર અબુ જલાલા અને અન્ય એક ઓપરેટિવને મારી નાખ્યા. અમર અબુ જલાલા હમાસના નૌકાદળના વરિષ્ઠ અધિકારી હતો અને તે દરિયાઈ માર્ગે ઈઝરાયલ પર અનેક આતંકવાદી હુમલાઓને નિર્દેશિત કરવામાં સામેલ હતા. જોકે આ હુમલાઓને ઇઝરાયલના સંરક્ષણ દળોએ નિષ્ફળ બનાવ્યા હતા.

શું કહ્યું IDF પ્રવક્તા ? 
IDFના પ્રવક્તાએ કહ્યું કે, ઈઝરાયલ નેવલ ઈન્ટેલિજન્સે હમાસના હથિયારોના સંગ્રહ, દરિયાકાંઠે સ્થિત ટનલ, ટ્રેનિંગ કેમ્પ અને સમુદ્રમાં સ્થિત ચેકિંગ પોઈન્ટ વિશે માહિતી આપી હતી, અમારા સુરક્ષા દળોએ તેમને શોધી કાઢ્યા અને તેમને નષ્ટ કરી દીધા. આ દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ગુરુવારે જણાવ્યું હતું કે, હમાસ સાથેના અસ્થાયી યુદ્ધવિરામ કરારની સમાપ્તિ પછી ગાઝામાં અમારું લશ્કરી ઓપરેશન ઓછામાં ઓછા 2 મહિના માટે 'તીવ્રતા સાથે' ફરી શરૂ થશે.

યુદ્ધ પૂરું થયું નથી, ગાઝામાં અમારું લશ્કરી ઓપરેશન વધુ તીવ્ર બનશે
ઈઝરાયલ હમાસ દ્વારા બંધક બનાવાયેલા તેના નાગરિકોને મુક્ત કરવા માટે એક ડીલ પર સહમત થઈ ગયું છે, જેના હેઠળ તે ગાઝામાં તેની સૈન્ય કાર્યવાહી 5 દિવસ માટે સ્થગિત કરશે. આ સમયગાળા દરમિયાન હમાસ દરરોજ ચોક્કસ સંખ્યામાં બંધકોને મુક્ત કરશે. બદલામાં ઇઝરાયલ તેની જેલોમાં કેદ કેટલાક હમાસ લડવૈયાઓને મુક્ત કરશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના આ કરારમાં કતાર અને અમેરિકાએ મધ્યસ્થી કરી છે.

આ અંતર્ગત આજથી બંધકોને છોડાવવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. હમાસ 7 ઓક્ટોબરે બંધક બનાવાયેલી ઓછામાં ઓછી 50 ઇઝરાયલી મહિલાઓ અને બાળકોને ચાર દિવસ માટે મર્યાદિત સંખ્યામાં મુક્ત કરશે. બદલામાં ઇઝરાયલ તેની જેલમાં બંધ 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. આઈડીએફ ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટની ટિપ્પણીઓને પડઘો પાડતા કહ્યું કે, ઇઝરાયલી સૈન્ય યુદ્ધનો અંત લાવી રહ્યું નથી. આ યુદ્ધવિરામ થોડા દિવસો માટે છે.

IDF ઉત્તરી ગાઝા મસ્જિદમાં હમાસ ટનલ શોધી કાઢી 
આ દરમિયાન હવે ગુરુવારે ઇઝરાયલી સૈન્યના નહલ બ્રિગેડના સૈનિકોએ ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરને અડીને આવેલી મસ્જિદની અંદરના ઓપરેશન દરમિયાન હમાસની ટનલ અને રોકેટ લોન્ચર શોધી કાઢ્યા હતા. IDFએ જણાવ્યું હતું કે, નહલ બ્રિગેડના સૈનિકોએ જબાલિયાની બહાર હમાસ લડવૈયાઓ સાથે અથડામણ કરી હતી. IDFએ કહ્યું કે, અમારા સૈનિકોને આ વિસ્તારમાં છ ટનલ શાફ્ટ મળી જેમાંથી એક મસ્જિદમાં હતી. મસ્જિદો અને ઘરો સહિત નાગરિક વસ્તીવાળા વિસ્તારોની નજીક સ્થિત બગીચામાંથી ઘણા રોકેટ લોન્ચર અને હથિયારો પણ મળી આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ