બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Hailstones, Heavy Rain In Bengaluru While Heatwave Fries Northern Region

હવામાનમાં પલટો / VIDEO : ભર ઉનાળે ચોમાસુ બેઠું ! બેંગ્લુરુમાં કરા સાથે ભારે વરસાદ, લોકો શેર કરવા લાગ્યા દુર્લભ નજારો

Hiralal

Last Updated: 06:11 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની રાજધાની બેંગ્લુરમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો છે જેને કારણે ઘણા વિસ્તારો જળબંબાકાર થયા હતા.

  • કર્ણાટકના બેંગ્લુરુમાં કરા સાથે પડ્યો ભારે વરસાદ
  • બેંગ્લારના સંખ્યાબંધ વિસ્તારોમાં થયા જળબંબાકાર 
  • હજુ ત્રણ દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી 

બેંગ્લુરમાં ભરઉનાળે ભારે વરસાદ પડતા ગરમીમાંથી મોટી રાહત મળી છે. રવિવારે બેંગ્લુરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. હવામાન વિભાગે હજુ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.

કરા સાથેની તસવીરો શેર કરવા લાગ્યા બેંગ્લુરુ વાસીઓ 

બેંગ્લુરુના રહેવાશીઓએ શહેરમાં પડેલા કરા સાથેના વરસાદની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા હતા. 

રાજધાની દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સોમવારથી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગરમી અને કાળઝાળ ગરમીથી અહીંના લોકોને થોડી રાહત મળશે.

આ રાજ્યોને ગરમીમાંથી મળશે રાહત 
હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 મેથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ ઓછો રહેશે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ભારતમાં ખૂબ જ ગરમી પડી રહી છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ એપ્રિલમાં 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. અહીં સરેરાશ મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી સેલ્સિયસ અને ૩૭.૭૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

આંદોમાન સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે 

IMDએ કહ્યું કે 4 મેની આસપાસ દક્ષિણ આંદોમાન સાગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. તેને કારણે 6 મેની આસપાસ તે વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ