બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Had it not been for Ashish Nehra Pandya would have left Gujarat and joined the Lucknow team

ipl 2023 / જો આ વ્યક્તિ ન હોત તો ગુજરાત છોડી લખનૌની ટીમમાં જતો રહ્યો હોત પંડ્યા, ખુદ કર્યો મોટો ખુલાસો

Kishor

Last Updated: 07:25 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 હાર્દિક પંડ્યાને લખનૌથી રમવાની ઓફર હોવાની ચોખવટ કરી હાર્દિક પંડ્યા કેએલ રાહુલની કેપ્ટનશીપમાં રમવા માટે આતુર હોવાનું જણાવ્યું હતું.

  • આઈપીએલમાં 10 ટીમે વચ્ચે ખરાખરીનો ખેલ 
  • પંડ્યાએ પોતાને લખનૌથી રમવાની ઓફર હોવાનો ફોડ પાડ્યો
  • ગુજરાતે પંડ્યાને 15 કરોડમાં ખરીદ્યો

હાલ આઇપીએલની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. અગાઉ કરતા ચાલુ વર્ષે આઇપીએલની સિઝનમાં લીગમાં બે ટીમોનો વધારો થતાં હવે 10 ટીમે વચ્ચે ખરાખરીનો ખેલ જામી રહ્યો છે. ત્યારે ગત વર્ષે આવેલ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો આઈપીએલમાં સારો દેખાવ કરી રહી છે. લખનૌ પ્લેઓફમાં પહોંચી ત્યારે ગુજરાતે ટાઇટલ જીત્યું હતું. હાલ હાર્દિક પંડ્યા ગુજરાત અને કેએલ રાહુલ લખનૌની ટીમનું નેતુત્વ કરી રહ્યા જેની કેપ્ટનશીપ હેઠળ મેચ રમાઈ રહ્યો છે. ત્યારે પંડ્યાએ પોતાને લખનૌથી રમવાની ઓફર હોવાનો ફોડ પાડ્યો છે.

આ મામલે હાર્દિક પંડ્યાએ કહ્યું કે પોતે લખનૌની ટીમમાં જોડાવા જઈ રહ્યો હતો આ દરમિયાન ગુજરાતની ટીમમાંથી ઓફર મળતા તેમને ગુજરાત સાથે જોડાણ કર્યું છે. હાર્દિક પંડ્યાના જણાવ્યા અનુઆર તે કેએલ રાહુલની કેપ્ટનશીપમાં રમવા માટે આતુર હતો. મહત્વનું છે કર બાદમાં ગુજરાતે પંડ્યાને 15 કરોડમાં ખરીદ્યો હતો.

એટલા માટે લખનૌ જવા માંગતો હતો
પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ પોડકાસ્ટમાં જણાવ્યું  લખનૌ ફ્રેન્ચાઇઝી તરફથી ફોન આવ્યા બાદ આ ટીમની કેએલ રાહુલ ટીમની કેપ્ટનશીપ કરશે. જથી તે આ ટીમમાં જવા માંગતો હતો કેમ કે તે જાણકાર વ્યક્તિ સાથે રમવા માંગતો હતો. બાદમાં ગુજરાતને શા માટે પસંદ કર્યું? તે મામલે હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે આશિષ નેહરાએ તેની સાથે વાત કરી કહ્યું  હતું કે તે ગુજરાતનો કોચ બનશે, પરંતુ તે નક્કી નથી. આ વાત બાદ તે ફરી ગુજરાતમાં જોડાયો હતો. જો આશિષ નેહરા ન હોત તો ગુજરાત છોડી લખનૌની ટીમમાં પંડ્યા જતો રહ્યો હોત ! નેહરા અને પંડ્યાની જોડી એટલી હિટ રહી હતી કે ગુજરાતે પહેલી જ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. એટલું જ નહીં આ ટીમને જીતની દાવેદાર પણ ગણવામા આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ