બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / gyanvapi case hindu side will go to supreme court for carbon dating test against Varanasi hearing

BIG BREAKING / જ્ઞાનવાપી કેસમાં શિવલિંગની કાર્બન ડેટિંગ માટે સુપ્રીમ કોર્ટ જશે હિન્દુ પક્ષ, વારાણસી કોર્ટે નહોતી આપી મંજૂરી

MayurN

Last Updated: 04:26 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપી કેસમાં એક મોટા ચુકાદામાં વારાણસી જિલ્લા કોર્ટે આજે હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે ત્યારે હિંદુ પક્ષ કાર્બન ડેટિંગ ટેસ્ટ માટે હવે સુપ્રીમ કોર્ટમાં જશે.

  • જ્ઞાનવાપી કેસમાં હવે હિંદુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે
  • વારાણસી જિલ્લા કોર્ટે હિંદુ પક્ષની અરજી ફગાવી
  • કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય- વારાણસી કોર્ટ

જ્ઞાનવાપી કેસમાં એક મોટા ચુકાદામાં વારાણસી જિલ્લા કોર્ટે આજે હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે ત્યારે હિંદુ પક્ષ હવે સુપ્રીમ કોર્ટમાં જશે. કાર્બન ડેટિંગ ટેસ્ટની માંગ સાથે હવે 4 લોકો સુપ્રીમમાં અરજી કરશે.

વારાણસી જિલ્લા કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો હતો
વારાણસી જિલ્લા કોર્ટે કહ્યું છે કે કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય. વારાણસીના જિલ્લા ન્યાયાધીશ ડો.એ.કે.વિશ્વેશે મસ્જિદ પરિસરમાં 'શિવલિંગ'ની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક તપાસની માંગ કરતી હિન્દુ પક્ષની માંગને નકારી કાઢી હતી. વારાણસી જિલ્લા ન્યાયાધીશે ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી કર્યા બાદ જ્ઞાનવાપી સંકુલમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સમગ્ર પરિસરના એએસઆઈ સર્વેની માંગ પર ચુકાદો અનામત રાખ્યો હતો.

કાર્બન ડેટિંગ શું છે ?
ખરેખર, કાર્બન ડેટિંગ પરથી પદાર્થની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. જેનાથી શિવલિંગની તપાસમાં ઉંમર નક્કી કરી શકાશે. આ એ પણ બતાવશે કે શિવલિંગનું નિર્માણ ક્યારે થયું હશે. કાર્બન ડેટિંગથી ઇમારતોની રચનાની તારીખ જાણી શકાય છે.

કાર્બન ડેટિંગને લઈને હિન્દુ પક્ષ બે ભાગોમાં વિભાજિત
કથિત શિવલિંગના કાર્બન ડેટિંગને લઈને અરજી પર કોર્ટના આદેશ પહેલા જ હિંદુ પક્ષ અલગ થઈ ગયો છે. ખરેખર, ફરિયાદી નંબર વન રાખી સિંહે કાર્બન ડેટિંગનો સખત વિરોધ કર્યો છે. રાખી સિંહના વકીલ વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ 'વિસ્સેને કાર્બન ડેટિંગથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મોટો આરોપ લગાવ્યો છે. તેમનું માનવું છે કે કાર્બન ડેટિંગથી શિવલિંગને નુકસાન થશે અને શિવલિંગ તૂટી જશે. જ્યારે, વાદી નંબર 02 થી 05, જેમાં લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠકનું નામ છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને કાર્બન ડેટિંગની માંગ કરી છે.

11 ઓક્ટોબરે ડિસ્ટ્રિક્ટ જજે ચુકાદો અનામત રાખ્યો હતો
હિન્દુ પક્ષે કોર્ટને કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક પરીક્ષણો કરીને જ્ઞાનવાપીની સત્યતા જાણવા વિનંતી કરી છે. 11 ઓક્ટોબરે, જિલ્લા અદાલતે બંને પક્ષોને સાંભળ્યા પછી કાર્બન ડેટિંગ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે 7 ઓક્ટોબરના રોજ મુસ્લિમ પક્ષની મૌખિક જવાબ દાખલ કરવાની વિનંતીને સ્વીકારીને ચુકાદાની તારીખ મુલતવી રાખી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ