ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અથવા બૃહસ્પતિ દેવનો હોય છે. આ દિવસે સફળતા અને મન ગમતું વરદાન મેળવવા માટે લોકો ભગવાન વિષ્ણુને પીળા રંગનો પ્રસાદ અને ફૂલ ચઢાવે છે.
જો કોઇ યુવક કે યુવતીના લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય અથવા લગ્ન થવામાં વિઘ્ન આવતા હોય તો આ દિવસે કેટલાક ઉપાય કરવાથી દોષ દૂર થઇ જાય છે. જ્યારે જે કુંડલીમાં ગુરુ ગ્રહનો દોષ હોય છે તેના જીવનમાં સમસ્યાઓ જ સમસ્યાઓ આવતી હોય છે.
આ દિવસે પીળા ચંદનથી ભગવાનની પૂજા કરવામાં આવે છે. અને ભક્ત સાથે ભગવાનને પણ પીળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે. કેળા, પીળા ફૂલ, મોતીચૂરના લાડુ, ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય પ્રસાદ માનવામાં આવે છે.
ગુરુવારના દિવસે કરો આ અચૂક ઉપાય
1) આ દિવસે સવારે સ્નાન કરીને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરી તેમની આગળ પીળા રંગના ફૂલ ચઢાવવા.
2) ગુરુવારના દિવસે કેળાના ઝાડ પર જળ ચઢાવી શુદ્ધ ધીનો દીપ પ્રગટાવવો. બાદમાં ગુરુના 108 નામોનું ઉચ્ચારણ કરવું. આમ કરવાથી જલ્દી જ તમારા લગ્ન થશે.
3) જો આપને વેપારમાં ખોટ થઇ રહી હોય તો ગુરુવારે પૂજા ઘરમાં હળદરની માળા લટકાવવી જોઇએ. ઓફિસમાં પીળા રંગની ચીજોનો પ્રયોગ કરવો જોઇએ.
4) આ ઉપરાંત પતિ અને બાળકોનું સ્વાસ્થ્ય ઠીક રાખવું છે તો મહિલાઓએ આ દિવસે ક્યારેય ન વાળ ધોવા જોઇએ ન નખ કાપવા જોઇેએ.
આ તમામ ઉપાયો ઉપરાંત આ દિવસે ન ક્યારેય કોઇની પાસેથી ઉધાર લેવું જોઇએ ન કોઇને ઉધાર આપવું જોઇએ. એવું કરવાથી આપને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.