બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / gulab tufan andhra pradesh odisha coasts west bengal rainfall

આફત / આંધ્ર-ઓડિશામાં 'ગુલાબે' દીધી દસ્તક, ભારે પવન સાથે વરસાદ, 5 માછીમારો લાપતા

Kavan

Last Updated: 07:52 PM, 26 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુલાબ વાવાઝોડું ઝડપથી ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કાંઠા ત્રાટક્યું છે. ભારે પવનને કારણે દરિયામાં માછીમારી માટે ગયેલા 5 માછીમારો લાપતા હોવાની ખબર છે.

  • હવે 'ગુલાબ'ની આફત
  • દરિયાકિનારે ત્રાટક્યું ગુલાબ વાવાઝોડુ
  • બંગાળના કેટલાક વિસ્તારમાં જોવા મળશે અસર

આંધ્ર અને ઓડિશાના દરિયાકાંઠે આખરે ગુલાબ વાવાઝોડાએ દસ્તક દઈ દીધી છે. ગુલાબને પગલે આ બંન્ને રાજ્યોના દરિયાકાંઠે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. 

તંત્ર સજ્જ

ગુલાબ વાવાઝોડાથી પશ્ચિમ બંગાળનો તટીય વિસ્તાર પ્રભાવિત થશે અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આંધ્રપ્રદેશમાં આજે રાત સુધીમાં વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા તટીય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 

માછીમારોને બંગાળની ખાડીમાં ન જવા સૂચના 

દરિયાની સ્થિતી ખરાબ રહેવાને કારણે બંગાળની ખાડીમાં તેમજ અંદમાન સાગરમાં માછીમારોને જવાની ના પાડી દેવામાં આવી છે. ઓડિસામાં ઘણા તટીય વિસ્તારોમાં અત્યારતી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ અમુક વિસ્તારોમાં ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યા ગુલાબ વાવાઝોડાવે કારણે ભારે નુકશાન થવાની સંભવના છે. 

3409 લોકોનું સ્થાળાંતર 

ગુલાબ  વાવાઝોડાના ખતરાને કારણે અત્યાર સુધીમાં ઓડિશામાં 3409 જેટલા લોકોનું સ્થળાતર કરવામાં આવ્યું છે સાથેજ 204 જેટલા લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. 

ઓડિસાના 10 જિલ્લામાં ગંભીર અસર 

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમણે વાવાઝોડાને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી છે જેમા સુરક્ષા અને સાવધાનીને લઈને ચર્ચા કરવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યું વાવાઝોડાથી રાજ્યના 10 જિલ્લાઓમાં ગંભીર અસર થાય તેવી શક્યતા છે.  

95 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન 

IMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે, અત્યારે હાલ વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યું છે. IMDએ કહ્યું કકે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેસ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ