બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / gujcet exam will be conducted on 18 april 2022

જાહેરાત / ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચારઃ 18 એપ્રિલે યોજાશે પરીક્ષા, ગુજરાતી સહિત 3 ભાષામાં પ્રશ્નપત્ર

Khyati

Last Updated: 05:34 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજકેટની પરીક્ષાની તારીખ થઇ જાહેર, રાજ્યના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

  • ગુજકેટની પરીક્ષાની તારીખ થઈ જાહેર 
  • 18 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા
  • સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધીમાં પરીક્ષાનુ આયોજન


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ -ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ ,ડીગ્રી/ડીપ્લોમાં  ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન  પ્રવાહના  ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે પોતાનું બેસ્ટ આપવાનો સમય આવી ગયો છે.  કારણ કે  GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

18 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા

ગુજકેટની પરીક્ષાની તારીખ 18 એપ્રિલ જાહેર કરવામાં આવી છે.  18 એપ્રિલ 2022ને સોમવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.. રાજ્યના એક લાખ કરતા પણ વઘારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. મહત્વનું છે કે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) એ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે.જેના ફોર્મ 25 જાન્યુઆરીથી ભરવામાં આવ્યા હતા. 

GUJCETનો અભ્યાસક્રમ 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક - મશબ/૧૨૧૭૪૧૦૩૬૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૨ ની પરીક્ષા માટે રહેશે.

GUJCET માટે પરીક્ષા માળખું 
 ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે જણાવવામાં આવેલા વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ